પ્રસિદ્ધિ પાછળ સરકાર બની ગાંડી, વડાપ્રધાન ને વહાલા થવા માં તંત્ર ઉઘતું ઝડપાયું…જવાબદાર કોણ??, તંત્ર કે સરકાર???
(જી.એન.એસ.) ગાંધીનગર, તા.16
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારી થઈ રહી છે. પરંતુ તે પહેલાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે. સરગાસણ-અડાલજ હાઈવે પર ઉંધા રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા છે. હાઈ-વે પર જેને ધ્વજ લગાવવાની કામગીરી સોંપાઈ હતી તેણે ગંભીર ભૂલ કરી છે. જો કે તંત્ર આ મામલે અજાણ હોવાથી ઘોર બેદરકારી સામે આવી છે. જો કે રાષ્ટ્રીય ધ્વજના સન્માનને ધ્યાનમાં રાખીને અમે ઉંધા લગાવાયેલા ધ્વજના દુશ્યો તમને દર્શાવતા નથી.
મહત્વનું છે કે PM મોદીની હાજરીમાં જાપાનમાં પણ રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હતું. જ્યારે PM મોદી જાપાનમાં હતા અને PM શિંઝો આબે સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ દરમિયાન PM મોદીની પાછળ જે રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો તે ઉલટો ગોઠવવામાં આવ્યો હતો. આ ભૂલનો એક ફોટો પણ વાઈરલ થયો હતો. જે બાદ કેટલીક ટિપ્પણીઓ પણ રાજનૈતિક ગલીયારાઓમાં ઉઠી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.