રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૫૯૫.૪૯ સામે ૭૧૭૨૨.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૦૯૨૨.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૪.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૩.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૦૭૨.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૮૪૨.૬૦ સામે ૨૧૯૦૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૬૬૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૬.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૬૯૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે અમેરિકાની ઈરાકમાં આતંકીઓ સામે કાર્યવાહી અને ઈઝરાયેલ દ્વારા હમાસની યુદ્વ વિરામની અરજને ફગાવી દેવાતાં પરિસ્થિતિ સ્ફોટક હોવાથી ટેન્શન વધવાના સંજોગોમાં વૈશ્વિક બજારો સાવચેતી સાથે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં સાવચેતીમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો નોંધાયો હતો. હેલ્થકેર શેરોમાં પસંદગીની ખરીદી જળવાયા છતાં યુટિલિટીઝ, ટેલિકોમ્યુનિકેશન અને રિયલ્ટી શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ થતાં અને ઈન્ડસ્ટ્રીયલ્સ, પાવર, એનર્જી શેરો તેમજ મેટલ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. અલબત ઇન્ફોસિસ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ફ્રન્ટલાઈન તેમજ ફાર્મા, ઓટો હેવીવેઈટ શેરોમાં આકર્ષણે ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૧૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૮૬ અને વધનારની સંખ્યા ૧૦૦૪ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં વિપ્રો ૨.૨૬%, એચસીએલ ટેક્નોલોજી ૨.૦૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૦%, ઈન્ફોસિસ ૦.૬૧% અને ટેક મહિન્દ્રા ૦.૪૮% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૨.૭૬%, એનટીપીસી ૨.૭૨%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૨૬%, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૨૦% અને આઈટીસી ૨.૧૧% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૭.૫ લાખ કરોડ ઘટીને ૩૭૮.૮૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની અસર ભારતીય ઉદ્યોગોના બિઝનેસ પર પડવાના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે. તેની અસર હાલમાં તે કંપનીઓની કામગીરી પર દેખાઈ રહી છે જે તે પ્રદેશમાં કોમોડિટીઝ સપ્લાય કરે છે અથવા તો સંબંધિત વિદેશી બજારોમાં વેપાર કરે છે. લાલ સમુદ્રના સંઘર્ષને કારણે કંપનીઓ નૂર ખર્ચમાં વધારો, ડિલિવરીમાં વિલંબ, નિકાસ બજારમાં સંકોચન, માર્જિન પર અસર જેવા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટીડી પાવર સિસ્ટમ્સ અને કેઈસી ઈન્ટરનેશનલ જેવી કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ કંપનીઓ લાલ સમુદ્રના સંઘર્ષને કારણે કેટલીક ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કરી રહી છે.
ભારતીય કંપનીઓ યુરોપ, ઉત્તર અમેરિકા, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગો સાથે વેપાર કરવા માટે સુએઝ કેનાલ દ્વારા રાતા સમુદ્રના માર્ગનો ઉપયોગ કરે છે. રાતા સમુદ્રના સંઘર્ષને કારણે અસર માત્ર એન્જિનિયરિંગ નિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ખાદ્યપદાર્થો અને વસ્ત્રોની નિકાસ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. બ્રિટન મોકલવામાં આવેલા કન્ટેનરની કિંમત હાલમાં ૪૦૦૦ ડોલર સુધી પહોંચી ગઈ છે, જે ડિસેમ્બરમાં ૬૦૦ ડોલર હતી. રાતા સમુદ્રમાં સંકટના કારણે વીમા ખર્ચમાં વધારો થયો છે અને વૈકલ્પિક માર્ગો અને ક્ષમતા અવરોધો દ્વારા ડિલિવરીમાં વિલંબ થયો છે. અન્ય નિકાસ સંબંધિત કાચો માલ કાં તો મોંઘો થયો છે અથવા તો મોંઘો થવાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ કાચા માલની કિંમતમાં વધારો થયો છે. જો સંઘર્ષનો વ્યાપ વધશે તો અગામી દિવોસમાં તેની અસર ભારતીય અર્થતંત્ર તેમજ શેરબજાર પાર જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.