કોંગ્રેસના વરિષ્ઠ કોળી નેતા કુંવરજી બાવળીયા એ સત્તાના મોહમાં માતૃપક્ષ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગૃહ પ્રવેશ કર્યો સવારે ભાજપનું કાર્યાલય જોયું અને સાંજે સત્તાની ખુરશી વાડી કેબીન મળી ગઈ. આવા સંજોગોમાં ધારાસભ્ય પદ છોડીને મંત્રી પદ હાંસલ કર્યા પછી પણ ફરી ધારાસભ્ય પદ હાંસલ કરવા અત્યારે જંગ લડી રહ્યા છે. મંત્રી પદ મેળવવું બાવળીયા માટે જેટલું આસાન હતું એટલી આસાનીથી ધારસભ્ય પદ મળી જાય તેમ લાગતું નથી. સમગ્ર ભાજપ પક્ષ અને સરકાર બાવળીયા ને જીતાડવા માટે અત્યારે જસદણ બેઠકની ગલીઓમાં હાથ જોડી મતની ભીખ માંગે છે. બાવળીયા ની સામે તેમના પ્રતિસ્પર્ધી તરીકે તેમના જ શિષ્ય એવા જુનિયર કાર્યકર અવસર નાકીય જીલ્લા પંચાયત ના સભ્ય માત્ર છે. કોળી મતોનું પ્રભુત્વ છે , પરંતુ બંને ઉમેદવારો કોળી સમાજના છે. ઉપરાંત પાટીદાર અને ઓબીસી મતો છે. છેલ્લા ૧૫ દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની અને તેમના મંત્રીઓ , ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી અને તેમનું સંગઠન જસદણ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોને રીઝવવા તનતોડ મહેનત કરે છે. જસદણ બેઠક પ્રવાસ પછી એવું ચિત્ર સામે આવ્યું છે કે જસદણ વિધાનસભાની પેટા ચુંટણી એટલે સત્તા અને સંપતિ V/S શાણપણ નો જંગ છે. ૨૦ જેટલા મંત્રીઓ મતદારો પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મંત્રીઓના કારણ વહીવટી તંત્ર પણ સત્તાને સલામ મારવાનું ચૂકતું નથી. તો બીજી તરફ ભાજપ સંગઠન સંપતિ દ્વારા મતદારોને રીઝવવા તમામ નીતિ નિયમોને નજર અંદાઝ કરી રહ્યું છે. આ બધું જ કરવા છતાં જસદણ મત વિસ્તારના મતદારો શાણપણ દાખવી રહ્યા છે. હજુ સુધી તેમણે તેમનું મન કોઈને કળવા દીધું નથી. ભાજપ તરફથી મળતી સગ્બળ અને સેવા લીધા પછી પણ ભાજપના ઉમેદવારો કુંવરજી બાવળીયા માટે મતદારો ઉમળકો બતાવતા નથી.
આ વિસ્તારની મુલાકાતમાં મતદારો પાસે થી એવું પણ સાંભળવા મળ્યું કે સત્તા માટે પોતાના મતદારો અને પક્ષનો દ્રોહ કરીને વેચાઈ જતા ઉમેદવારનો ભરોસો શું ? પરંતુ આવું શાણપણ ભાગ્યેજ કોઈ જાહેરમાં રજુ કરે છે. બાકી તો શાણપણ દાખવીને મૌન રહેવામાં મતદારો વધુ પાવરધા છે.
કોંગ્રેસે પણ આ બેઠક જીતવા કોઈ કસર છોડી નથી. મતદારો સામે બે વિકલ્પો રજુ કર્યા છે. નિષ્ઠાવાન સેવક જોઈએ કે પરિવારની ચિંતા કરતા સત્તાલાલચું નેતા જોઈએ ! કોંગ્રેસના કાર્યકરો કામે તો લાગ્યા છે , પરંતુ રૂપિયાના અભાવનો અસંતોષ કાર્યકરોને પણ છે. હવે જોઈએ કે સત્તા અને સંપતિથી વિજય મળે છે કે પછી મતદારોની સુજબુજ નો વિજય થાય છે. ૨૩ ડિસેમ્બરે પરિણામો જાહેર થતાં બાવળીયાનું ભવિષ્ય નક્કી થશે , તથા ભાજપ – કોંગ્રેસની રાજનીતિ અને દ્રષ્ટિકોણ ની કસોટીનું પરિણામ જાહેર થશે.
રફાલ મુદ્દાને રફેદફે કરવું ભાજપ માટે એટલું આસાન નથી
સુપ્રીમકોર્ટ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રફાલ મુદ્દે કલીનચીટનાં સમાચાર ભાજપને વધુ સમય માટે નશામાં રાખી શક્યા નહિ. સુપ્રીમકોર્ટમાં સરકાર દ્વારા રજુ થયેલી હકીકતો પૈકી જે હકીકત સત્યથી વેગળી હતી તેણે જ ટાંકીને અદાલતે ચુકાદો આપ્યો. અને તેના કારણે વિપક્ષને મહત્વનો મુદ્દો મળી ગયો. જે વિગતો કેગ અને પબ્લિક એકાઉન્ટ કમિટીમાં રજુ થઇ જ નથી , તેને સરકારે ચકાસણી થઇ ચુકી હોવાની રજૂઆત કરી હતી. ભાજપ સરકારે જ , અદાલતને કહેવું પડ્યું કે મારી ગ્રામરની ભુલ થઇ ગઈ છે. આ સમાચારના જનસામાન્ય માં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પ્રગતિનગર ગાર્ડનમાં સવારની બાકડા પરિષદે છાપાના સમાચારના આધારે સમીક્ષા શરુ કરી. પંડ્યા કાકા એ કહ્યું કે “ ભાજપનાં નેતાઓ અર્ધનગ્ન હાલતમાં હોય છે , પણ તેમને વાઘા – વસ્ત્રો પહેરાવી શકે તેમ નથી. અસત્ય વિગતો રજુ કરીને કલીનચીટ મેળવવાના પ્રયત્ન પછી સમગ્ર વિગતો જાહેર થઇ ગઈ , તો કહે છે કે આ તો ગ્રામરની મિસ્ટેક છે.”
તો રાજેન્દ્ર શેઠે પોતાનું જ્ઞાન રજુ કરતા કહ્યું કે “ ભાજપના નેતાઓએ જયારે લાજવાનું હોય ત્યારે ગાજે છે. આમાં દેશને જાણ થઇ ગઈ છે કે રફાલ મુદ્દે મોદી સરકારે કોઈ ગફલો કર્યો છે અને માહિતી છુપાવે છે. છતાં સુપ્રીમના ચુકાદા પછી પોલ ખુલી ગયા પછી પણ કહે છે કે અમે દેશભરમાં ૭૫ જેટલી પત્રકાર પરિષદ કરીને દેશની જનતાને સાચી માહિતીથી વાકેફ કરીશું. આમાં સાચી માહિતી કે બચાવ માટે વધુ એક ગ્રામરની ભુલ કરશે એ સૌ કોઈ જાણેજ છે. છતાં જુઠુબોલો , જોરથી બોલો અને વારંવાર બોલો , આ નીતિ ને અનુસરીને ભાજપ છવાઈ જવાની આવડત ધારાવે છે.” સંઘના સ્વયંસેવક ભટ્ટજી એ કહ્યું “ અમારે તો અત્યારે રામમંદિરના મુદ્દા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અમે રફાલ બફાલમાં કશું વિચારતા જ નથી.”
પંડ્યા કાકાએ કહ્યું “ તમારે એટલું જ વિચારવાનું છે , જેટલું આપણા વડાપ્રધાન તમને વિચારવાનું લેસન આપે. આ રામમંદિર પણ તેમણે જ આપેલો મુદ્દો છે.”
છોટુભાઈ એ વાતને ડાઈવર્ટ કરતા કહ્યું “ આ કોંગ્રેસની સરકારો જુઓ , સત્તા મળતાજ બે કલ્લાકમાં ખેડૂતોના દેવા માફ કરી નાખ્યા. આને કહેવાય સંવેદનશીલ સરકાર. આપણા વડાપ્રધાને ૨૦૧૪ માં આપેલાં વચનો સાડાચાર વર્ષે પણ પુરા નથી કર્યા.”
પંડ્યા કાકાએ કહ્યું “ છોટુ ભાઈ , તમારે કોંગ્રેસ વાળાઓએ પણ બહુ હરખાઈ જવાની જરૂર નથી. હજુ શરૂઆત છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી વધુ પડતી હોવાથી છ આઠ મહિનામાં જ ટાંટિયા ખેંચ શરુ થઇ જશે. પ્રજાએ આપેલી સત્તા તમારા જ સભ્યોના કારણે ભાજપ ખરીદીને ખેંચી જશે. આમ પણ પ્રજાએ તમને જંગી બહુમતિ આપી નથી. પાંચ – સાત સભ્યો રાજીનામાં આપે એટલે તમારો ખેલ પૂરો થઇ જશે.” સત્તા મળે નહિ તો ખરીદી લેવી એ ભાજપની આગવી સ્ટાઈલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.