Home ગુજરાત પત્રકારો માટે ભારત દુનિયાનો પાંચમો સૌથી અસુરક્ષિત દેશ

પત્રકારો માટે ભારત દુનિયાનો પાંચમો સૌથી અસુરક્ષિત દેશ

1202
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૦
પત્રકારોના સંદર્ભથી ભારત દુનિયાના સૌથી અસુરક્ષિત દેશોમાંનો એક દેશ છે, જ્યારે આ યાદીમાં અમેરિકાની એન્ટ્રી પ્રથમ વખત થઇ છે. ભારત અને અમેરિકા- બન્ને આ યાદીમાં એક જ ક્રમ પર છે. એક અહેવાલ અનુસાર, આ દેશોમાં પત્રકારો ત્યારે મૃત્યુ પામ્યા જ્યારે અહીં ન તો કોઇ પણ પ્રકારનું યુદ્ધ થયું અને ન તો કોઈ વિવાદ થયો હતો. ભારત અને અમેરિકા સિવાય આ યાદીમાં યમન, મેક્સિકો, સીરિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ છે.
રિપોર્ટ વિથઆઉટ બોર્ડર્સના અહેવાલ અનુસાર ભારતમાં આ વર્ષે 6 પત્રકારો માર્યા ગયા અને અન્ય ઘણા પત્રકારો પર જીવલેણ હુમલા થયા. સાથે ઘણા પત્રકારો સાથે મારપીટ અથવા ધમકીની ઘટના થઇ. આ ઉપરાંત ઘણા પત્રકારોએ તેમના વિરુદ્ધ હેટ કેમ્પનનો પણ સામનો કરવો પડ્યો હતો, જેમાં સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકી ખૂબ જ સામાન્ય વાત હતી. અહેવાલો કહે છે કે પત્રકારોના સંદર્ભમાં વિશ્વના 5 સૌથી જોખમી દેશોમાં ભારત ઉપરાંત અમેરિકા, મેક્સિકો, યમન, સીરિયા અને અફઘાનિસ્તાન પણ સામેલ છે.
અહેવાલના અધ્યયનમાં જણાવાયું છે કે આ પત્રકારોની હત્યા માટે બર્બર પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહેવાલમાં તેણે એક હિન્દી સમાચારપત્રના 2 પત્રકારો નવીન નિશ્ચલ અને વિજય સિંહની હત્યાનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે બિહારના એક ગ્રામ પ્રધાને પોતાના વિરુદ્ધમાં રિપોર્ટિંગને લઇને 25 માર્ચના રોજ આ બંને પત્રકારો ઉપર એસયુવી કાર ચઢાવી તેમની હત્યા કરી હતી. આવી જ એક ઘટના ઘટી મધ્યપ્રદેશમાં જ્યાં સ્થાનિક ખનન માફિયાને લઇને રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર પર ટ્રક ચઢાવી તેને મારી નાખવામાં આવ્યો હતો.
છેલ્લા 3 વર્ષોમાં રેતીના ગેરકાયદે ખનનમાં સામેલ ઓછામાં ઓછા 6 પત્રકારોની હત્યા કરાઈ છે. દુનિયાના પત્રકારોના સંદર્ભમાં 5 સૌથી જોખમી દેશોમાં અમેરિકા પણ સામેલ છે. અમેરિકામાં પણ 6 પત્રકારો માર્યા ગયા જેમાં કેપિટલ ગેજેટના 5 કર્મચારીઓમાંથી 4 પત્રકારોની હત્યા કરવામાં આવી. તેમની હત્યા 28 જૂનના રોજ તે સમયે કરવામાં આવી જ્યારે એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું અને 4 પત્રકાર માર્યા ગયા. 2018માં સૌથી વધુ 15 પત્રકારો માર્યા ગયા અને આ યાદીમાં તે ટોચ પર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજસદણ પેટા ચુંટણી – સત્તા અને સંપતિ V/S શાણપણ નો જંગ
Next articleએક્ઝીટ પોલ: જસદણ આપશે કોંગ્રેસને અવસર….!, ચેલા સામે ગુરૂ ટુંકા પડ્યા….!?