જે ગ્રાહકના વીજ જોડાણો કાયમી ધોરણે કાપવામાં આવેલા હોય તે તમામને ફરી વીજ જોડાણ ચાલુ કરી અપાશે, 500 રૂપિયા ભરપાઈ કરી બાકીની રકમ અને તેનું વ્યાજ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ
(જી.એન.એસ.) ગાંધીનગર, તા.18
ગુજરાત સરકારે આજે એકાએક ખેડૂતો પર પ્રેમ ઉભરાયો હોય તેમ તેમની પાસેથી અને અન્યો પાસેથી વીજ ચોરી પેટે બાકી નિકળતાં અંદાજે 650 કરોડની રકમ માફ કરી છે અને માત્ર 500 રૂપિયા ભરીને ઘરવપરાશ, ધંધાકીય અને ખેતીવાડી માટે વીજ જોડાણ મેળવી શક્શે. આવા અંદાજે 6 લાખ કરતાં વધુ વીજચોરોને તેનો લાભ મળશે. દરમ્યાનમાં સૂત્રોએ કહ્યું કે જસદણ બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારે વીજચોરી માફ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત પેટા ચૂંટણીની આચારસંહિતાનો પણ સરેઆમ ભંગ થયો છે. નવાઇ પમાડે તેમ કોંગ્રેસે ભાજપ સરકારની આ જાહેરાતનો કોઇ વિરોધ કર્યો નથી. અને એમ કહ્યું છે કે લોકોને લાભ મળતો હોય અમે તેનો વિરોઘ નહીં કરીએ…!
ગુજરાત સરકારની આ જાહેરાતથી ગ્રામીણ ક્ષેત્રના લોકોને ફાયદો થશે. તો બીજીબાજુ આ યોજનાની જાહેરાત કરતાં કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જસદણની ચૂંટણી ટાણે આવી જાહેરાતો ના કરાય. બીજું કે આ વીજ ચોરી માફી તો અપૂરતી છે. જો સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તેના બધા દેવાં માફ કરવા જોઇએ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બન્યાના ચાર કલાકમાં જ ખેડૂતોના દેવા માફ કર્યા તેમ કરવા જોઇએ.
ત્યારે આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય કે જસદણ પેટા ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ નિર્ણય આચારસંહિતાનો ભંગ ન ગણાય?
આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ કર્યાં પછી દબાણમાં આવેલી ગુજરાત સરકાર હજુ પણ દેવાં માફી અંગે તો નિર્ણય લઈ શકતી નથી, એટલે હાલ વીજ ચોરી બીલ માફ કરીને દેખાડો કરી રહી છે.
જસદણ પેટા ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ નિર્ણય આચારસંહિતાનો ભંગ ન ગણાય એવા સવાલના જવાબમાં ડૉ.દોશીએ ઉમેર્યું હતું કે, લોકોને લાભ થતો હોય તો અમે આડે આવવાનું પસંદ કરીશું નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.