Home દેશ - NATIONAL Hero MotoCorp એ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

Hero MotoCorp એ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

33
0

Hero MotoCorp એ એક સાથે 2 ડિવિડન્ડની જાહેરાત કરી

(જી.એન.એસ),તા.૧૦

નવીદિલ્હી,

Hero MotoCorp એ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેના રોકાણકારોને એક સાથે બે ડિવિડન્ડની ભેટ આપી છે. કંપની શેર દીઠ રૂપિયા 25નું સ્પેશિયલ ડિવિડન્ડ અને રૂપિયા 75 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ આપશે. આ સાથે કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે 100 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. હીરો મોટોકોર્પનું કહેવું છે કે ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 21 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. ડિવિડન્ડની ચુકવણી 09 માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. કંપનીના પરિણામો વિશે વાત કરીએ તો કોન્સોલિડેટેડ નફો વધીને રૂપિયા 1,073 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ આ ત્રિમાસિક ગાળામાં હીરો મોટોકોર્પનો નફો રૂપિયા 711 કરોડ હતો. કંપનીના નફામાં આ વધારો 50.9 ટકા છે.

કંપનીની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે રૂપિયા 8,031 કરોડથી વધીને રૂપિયા 9,724 કરોડ થઈ છે. ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA વધીને રૂપિયા 1,362 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીનો EBITDA રૂપિયા 924 કરોડ હતો. કંપનીનું EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 11.5 ટકાથી વધીને 14 ટકા થયું છે. શુક્રવારે હીરો મોટોકોર્પનો શેર 2.02 ટકાના ઉછાળા સાથે રૂપિયા 4,905 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 4,924 રૂપિયા છે. જાન્યુઆરી 2024માં કંપનીએ બે નવી બાઇકો Xtreme 125R અને ‘Hero Forever’ સ્પેશિયલ એડિશન રજૂ કરી છે. વધુમાં, કંપનીએ રાજસ્થાનના જયપુરમાં તેના સેન્ટર ઓફ ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી (CIT) ખાતે Maverick 440નું લોન્ચિંગ કર્યું અને કહ્યું કે નવી બાઇક તેના શોરૂમમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્ર સરકાર હવે કોમર્શિયલ અને પ્રમોશનલ કોલ્સની ઓળખ માટે 6 આંકડાના નંબર ફાળવાશે
Next articleHyundai Motorએ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી