Home ગુજરાત ‘સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાના

‘સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાના

25
0

(G.N.S) Dt. 9

વડોદરા/સુરત/રાજકોટ,

‘સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ અંદાજે ૯૦ હજારથી વધુ વીજ ગ્રાહકોને છેલ્લા બે વર્ષમાં રૂ. ૫૭,૭૨૨ લાખની સબસિડીનો લાભ અપાયો

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે વિધાનસભા ગૃહ ખાતે ઊર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇને સંબોધીને પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૨૮,૮૩૫ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા ૧,૧૧,૦૩૧ કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. ૧૬,૯૦૬ લાખ સબસીડી ચૂકવવામાં આવી છે.

એવી જ રીતે સુરત જિલ્લામાં કુલ ૩૨,૨૫૩ વીજ ગ્રાહકોએ કુલ ૧,૪૭,૦૨૯ કીલોવોટની ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, જે સોલાર સિસ્ટમ લગાવનાર વીજ ગ્રાહકોને કુલ રૂ.૨૨,૩૮૭ લાખ સબસીડી આપવામાં આવી છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ “સૂર્ય ગુજરાત યોજના” હેઠળ ૨૯,૦૯૪ વીજ ગ્રાહકોએ કુલ ૧,૨૧,૦૩૩ કીલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવી છે, જેના પરિણામે વીજ ગ્રાહકોને કુલ રૂ.૧૮,૪૨૯ લાખ સબસીડી ચુકવવામાં આવી છે. આમ, ‘સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાના આશરે ૯૦ હજારથી વધુ વીજ ગ્રાહકોને છેલ્લા બે વર્ષમાં રૂ. ૫૭,૭૨૨ લાખની સબસિડીનો લાભ અપાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યમાં ઑગસ્ટ ૨૦૧૯થી ‘સૂર્ય-ગુજરાત યોજના’ કાર્યરત છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, ત્યારે આ યોજના હેઠળ વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર એક કિલોવૉટથી મહત્તમ ૧૦ કિલોવૉટની મર્યાદામાં સોલાર રૂફટોપ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલાએ ૭ વર્ષની અંજુ નામની દીકરીનું ઓપરેશન કરાવી નવુ જીવન અપાવ્યું..
Next articleલોકસભા ચૂંટણીના ૮૮ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓના પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો બીજો તબક્કો સંપન્ન