Home ગુજરાત ગાંધીનગર માં અંબાના દર્શન અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિ:શુલ્ક યાત્રાનું...

માં અંબાના દર્શન અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિ:શુલ્ક યાત્રાનું ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન

57
0

(G.N.S) Dt. 7

ગાંધીનગર,

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંદર્ભે યોજાનારી યાત્રા એટલે ભક્તોની સેવા માટેનો અવસર – કલેકટર શ્રી એમ. કે. દવે

ગાંધીનગર જિલ્લામાંથી તા 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 70 થી વધુ બસ દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી દર્શન માટે નિ:શુલ્ક લઈ જવાશે: સમગ્ર આયોજનની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરશ્રી

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આગામી તા. ૧૨ મી ફેબ્રુઆરી થી ૧૬મી ફેબ્રુઆરી દરમિયાન આયોજન થઈ રહ્યું છે.
આ મહોત્સવ દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથીમાં અંબાના દર્શનનો અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો માઇ ભકતો નિ:શુલ્ક લાભ લઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરાયું છે. આ સમગ્ર આયોજનની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી એમ. કે. દવેએ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંદર્ભે યોજાઇ રહેલી યાત્રાને માં અંબાના દર્શન માટેનું પુણ્ય કાર્ય અને માઇ ભક્તોની સેવા માટેનો અવસર ગણાવી હતી. આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિ:શુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્પાહાર, પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થા તેમજ જરૂરતના સમયે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વધુમાં વધુ શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તે માટે અનુરોધ પણ કર્યો હતો.


આ યાત્રા દરમિયાન અંબાજી પદયાત્રા સંઘના કાર્યકર્તાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓના સહયોગથી વિશેષ આયોજન હાથ ધરાયું છે અને આ સમગ્ર યાત્રાનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે પ્રાંત અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં તેમજ શહેરમાં સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી, નિવાસી અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી શ્રીમતી જે. એમ. વેગડા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લાની નગરપાલિકાના ચીફ ઓફિસર્સ સહિતના અધિકારીઓ તેમજ જય અંબે પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર તેમજ વિવિધ પદયાત્રા સંઘના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમી, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી ભારતી પવાર અને શ્રી એસ.પી. વધેલના હસ્તે આ સેવાનો વર્ચ્યુઅલી પ્રારંભ