Home ગુજરાત ગાંધીનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

66
0

(G.N.S) dt. 7

ગાંધીનગર,

રાજ્યને કુપોષણમુક્ત બનાવવાનો સંકલ્પ, ‘પોષણયુક્ત આહાર, કુપોષણ પર પ્રહાર’

પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાં કરી ખાસ જોગવાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે

કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું કે, કુપોષણ એક વિષચક્ર છે. આ વિષચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. રાજ્યને કુપોષણમુક્ત બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાં ખાસ જોગવાઇ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે. કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.

આંગણવાડીના બાળકોમાં કુપોષણની સ્થિત અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ કે, કુપોષણ એ માત્ર ગરીબોમાં જ છે એવુ નથી કુપોષણ એ સમૃદ્ધ પરિવારોમાં પણ જોવા મળે છે. અલ્પ પોષણ અને અતિ પોષણ બન્ને કુપોષણના પ્રકાર છે.અલ્પ-પોષણ માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતી, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક-આર્થિક સ્થિતી, રહેણી –કરણી,ખાન-પાનની ટેવો, કોઇ ચેપ, કૃમિ, વ્યસન વગેરે જેવી અનેક પરિસ્થિતી અસર કરે છે. આમ અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવુ અને શુ નખાવુ તે માહિતીના અભાવે લોકો કુપોષણનો શિકાર બને છે.

પોષણ અંગે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ૮૭૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે ૩૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે ૩૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે ૧૨૯ કરોડની જોગવાઇ કરાઈ છે તેમ મંત્રી શ્રી એ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફરી એક વાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું..
Next articleનિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!