રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૧૯૪૧.૫૭ સામે ૭૨૦૦૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૦૭૫.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૬.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦૧.૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૧૩૯.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૮૫૫.૨૫ સામે ૨૧૯૦૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૬૦૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૧.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૦.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૬૨૫.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ગઈકાલના સંગીન સુધારા બાદ આજે એકાએક ફોરેન ફંડો તેમજ સ્થાનિક ફંડો, રોકાણકારોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૧.૧૧%નો અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧.૦૫%નો કડાકો નોંધાયો હતો. ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં કંપનીઓના બિઝનેસ આંકડા સ્થિર વેચાણ વૃદ્વિના રહેતાં પરિણામોના નેગેટીવ સંકેત અને બેંકિંગ ક્ષેત્રે ધિરાણ અને થાપણોમાં સતત વૃદ્વિને લઈ બેંકો પર વ્યાજ માર્જિન દબાણ હેઠળ રહેવાની શકયતાએ આજે ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ગુરૂવારે ૧, ફેબ્રુઆરીના કેન્દ્રિય બજેટ રજૂ કરતાં પૂર્વે તરફ તમામ વર્ગને ખુશ કરનારી અને વેરાના કોઈ ખાસ નવા બોજ નહીં લાદવામાં આવે એવી અપેક્ષા અને ઉદ્યોગો તેમજ આમ જનતાને લોકસભા ચૂંટણી પૂર્વે અનેક રાહતો – પ્રોત્સાહનો આપવામાં આવશે એવી અપેક્ષાએ લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે શેરોમાં આક્રમક તેજી કર્યા બાદ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉછાળે નફારૂપી વેચવાલી સાથે આઇટીસી, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક અને લાર્સન એન્ડ ટુબ્રો તેમજ લાર્જકેપ શેરોમાં લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઉછાળે સાર્વત્રિક વેચવાલીએ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૩ અને વધનારની સંખ્યા ૧૯૬૧ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૨.૧૯%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૦%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૫૯, ટેક મહિન્દ્રા ૦.૨૪% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૧૪% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૫.૧૭%, ટાઈટન કંપની ૨.૧૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૦૮%, એનટીપીસી ૨.૮૩ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૮૧% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૯૭ લાખ કરોડ ઘટીને ૩૭૫.૨૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, નાણા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ આથિક સમીક્ષામાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા વર્ષોમાં ભારતીય અર્થતંત્ર ૭% થી વધુ દરે વિકાસ કરશે અને આગામી ત્રણ વર્ષોમાં ભારતીય અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન ડોલરને આંબી શકે છે અને સતત સુધારાઓને કારણે ભારતીય અર્થતંત્રનું કદ ૨૦૩૦ સુધીમાં સાત ટ્રિલિયન ડોલર થઇ શકે છે. દસ વર્ષ પહેલા ભારતીય અર્થતંત્ર ૧.૯ લાખ કરોડ ડોલર સાથે વિશ્વનું દસમું સૌથી મોટું અર્થતંત્ર હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૩.૭ ટ્રિલિયન ડોલરના કદ સાથે ભારતીય અર્થતંત્ર વિશ્વમાં પાંચમા ક્રમે છે. ભારતીય અર્થતંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના અન્ય અગ્રણી દેશોની સરખામણીમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યું છે.
આ સિદ્ધિ જાળવી રાખવામાં ભારતને આવનારા કેટલાક વર્ષો સુથી ખતરો નથી તેમ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીસના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ આગામી પાંચ થી સાત વર્ષો સુધી ભારતીય અર્થતંત્ર ૬ થી ૭%ના દરથી વિકાસ કરવાનું ચાલુ રાખશે. ભારતીય અર્થતંત્રને મૂડીગત ખર્ચ એટલે કે કેપેક્સની મદદ મળી રહી છે. વચગાળાના બજેટમાં કેપેક્સ ઘટાડવામાં આવે તો પણ બ્રોડર કેપેક્સ સાયકલ પર તેની કોઇ અસર જોવા મળશે નહીં. તેની ભરપાઇ પ્રાઇવેટ કેપેક્સથી થઇ જશે. જેફરીસ ભારતીય શેરબજાર માટે પણ ખૂબ જ સકારાત્મક છે અને વર્ષ ૨૦૨૪માં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં ખરીદી કરે તેવી શક્યતા પણ દર્શાવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.