Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

29
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૧.૨૦૨૪ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૧૦૬૦.૩૧ સામે ૭૧૦૨૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૦૩૧૯.૦૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૩૦.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૯.૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૦૭૦૦.૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૪૭૭.૬૦ સામે ૨૧૪૫૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૨૪૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૧.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૩૫૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

આવતીકાલે ૨૬, જાન્યુઆરી ૨૦૨૪ના શુક્રવારે પ્રજાસત્તાક દિન નિમિતે શેરબજારોમાં રજા હોવાથી સપ્તાહના અંતિમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં જાન્યુઆરી વલણના અંત સાથે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જો કે મુખ્ય કારણ જોઈએ તો વિદેશી રોકાણકારોની ઓળખ મેળવવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ૧, ફેબ્રુઆરીથી વિદેશી રોકાણકારો માટે અંતિમ બેનિફિશિયરી એટલે કે ખરેખર લાભકર્તા રોકાણકાર કોણ છે એની જાણકારી મેળવવા માટેની કડક ધોરણો લાગુ કરવાની તૈયારી ઉપરાંત લોકસભા ચૂંટણીની તૈયારી અને પ્રિ બજેટ ઈફેક્ટ ચાલુ થઈ જતાં દરેક ઉછાળે તેજીનો વેપાર હળવો થતો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી, હેલ્થકેર, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૧ અને વધનારની સંખ્યા ૨૧૩૦ રહી હતી, ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી ૧.૮૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૭%, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૦૦, રિલાયન્સ ૦.૮૧% અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૪૯% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા ૬.૧૨% ભારતી એરટેલ ૨.૫૭%, આઈટીસી ૧.૭૮%, વિપ્રો ૧.૬૮% અને એશિયન પેઈન્ટ ૧.૬૭% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૦૬ લાખ કરોડ ઘટીને ૩૭૧.૧૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નવા વર્ષના પ્રથમ મહિનામાં દેશની વેપાર પ્રવૃત્તિ વધીને ચાર મહિનાની ઊંચી સપાટી જોવા મળી રહી છે. મજબૂત માંગને પરિણામે વેપાર પ્રવૃત્તિમાં વધારો થયાનું એક ખાનગી સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા પ્રાથમિક અંદાજ મુજબ જાન્યુઆરી માસ માટેના સેવા તથા ઉત્પાદન ક્ષેત્રના તૈયાર કરાયેલો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ૬૧.૦૦ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી માસનો સંયુકત પીએમઆઈ સપ્ટેમ્બર બાદની ઊંચી સપાટીએ છે. ડિસેમ્બર માસમાં આ આંક ૫૮.૫૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે. જાન્યુઆરી માસમાં સતત ૩૦માં મહિને ઈન્ડેકસ ૫૦ની ઉપર જોવા મળી રહ્યો છે.

જાન્યુઆરીમાં દેશનો આર્થિક વિકાસ દર ઝડપી રહ્યો છે. નવા ઓર્ડરો પણ એક મહિનાની ઊંચી સપાટીએ રહ્યા છે એટલું જ નહીં નિકાસ ઓર્ડર અગાઉ કરતા મજબૂત જણાઈ રહ્યા છે. વર્તમાન મહિનામાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૬.૯૦ રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો વિકાસ દર ૬૧.૨૦ જોવા મળી રહ્યો છે. માગમાં મજબૂત વૃદ્ધિને પગલે આ સ્થિતિ જોવા મળી રહી છે. પીએમઆઈ પરથી જણાય છે કે ભારત હજુ ટૂંક સમય માટે ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ચાલુ રહેશે. વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર ૬.૯૦%ની આસપાસ રહેવા વિવિધ એજન્સીઓ દ્વારા અંદાજ મુકાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૬-૦૧-૨૦૨૪)
Next articleમાલીમાં ખાણ ધસી પડવાથી 70થી વધુ લોકોના મોત
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.