(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.8
ગુજરાતે કોમી તોફાનો જોયા છે. જેમાં હિન્દુ-મુસ્લિમને ગંદા અને હીન રાજકારણ માટે અંદરોઅંદર લડાવીને મરાવી નાંખવામાં આવ્યાં પણ એક જ ધર્મના એટલે કે હિન્દુઓ જ એકબીજાના દુશ્મન બન્યા હોય અને પ્રાંતવાદનું ઝેર ઓકવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો પહેલી વાર જ જોવા મળી રહ્યાં છે. યુપી-બિહારના લોકોને નિશાન બનાવીને તેમને ગુજરાતમાંથી પલાયન થવાની મજબૂરી અને સમગ્ર બાબતની પાછળ ગુજરાતના જ રાજકીય અસંતુષ્ટો હોવાનું પ્રથમ નજરે જણાઇ રહ્યું છે.
રાજકીય વર્તુળો આ અંગે જણાવે છે કે સાબરકાંઠામાં બનેલી બળાત્કારની ઘટનામાં આરોપી બિહારી હોવાથી ગુજરાતમાં રહેતાં બધા જ યુપી-બિહારના લોકો પણ બળાત્કારી એમ માનીને તેમના પરના હુમલાની પેટર્ન 2002ના ગોધરાના તોફાનોની યાદ અપાવે છે. તે વખતે બનાવ બન્યો ગોધરા રેલવે સ્ટેશને, હુમલાખોરો મુસ્લિમ તેથી ગુજરાતમાં રહેતા તમામ મુસ્લિમો પણ હુમલાખોરો અને હિન્દુ વિરોધી ગણીને કે માનીને ગોધરાનો ઝગડો આખા ગુજરાતમાં જે રીતે લઇ જવામાં આવ્યો અને ગુજરાતમાં ખાના-ખરાબી સર્જાઇ એ જ પેટર્ન મુજબ તમામ પર- પ્રાંતિયોને રેપીસ્ટ અવે ગુનેગાર માનીને તેમની વસાહતો પર હુમલાઓ અને તેમને ગુજરાતમાંથી જતા રહેવાની ધમકીઓ વગેરે. જોતાં ગુજરાતના કોઇ રાજકીય અસંતુષ્ટોની દોરવણી હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
જો કે અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. અને કોંગ્રેસની સંડોવણીને પૂરવાર કરવા ગાંધીનગર તાલુકા પંચાયતના કોઇ ઠાકોર સમાજના સભ્યની ધરપકડના પગલે આ હુમલાઓમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાનો હાથ હોવાના તાણાવાણાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે તો બીજી બાજુ કોંગ્રેસ નેતા અમીત ચાવડાએ આ હુમલાઓ માટે ભાજપ અને પોલીસને જવાબદાર ગણાવીને વળતા પ્રહારો કર્યા છે. પરંતુ હુમલાની આખી પેટર્ન કંઇક અલગ જ દર્શાવે છે. જો કે સરકાર કે પોલીસે હજુ એ ભંડાફોડ કર્યો નથી. પણ જેમને સત્તામાં ભાગ મળ્યો નથી, જેમને હાંકી કાઢવામાં આવ્યાં હોય કોઇ પોતાનું રાજકીય અસ્તિત્વ બતાવવીને નાક દબાવવા માંગતા હોય, જેઓ સત્તામાં છે પણ ખુરશી જતી રહેવાની બીક સતાવતી હોય તેવા કોઇ રાજકીય નેતા આ હુલાની પાછળ હોય તેવા અનેક તારણો અને નિષ્કર્ષો પર પહોંચવાનો પ્રયાસ સરકાર અને આઇબી તંત્ર કરી રહ્યું છે. યુપી બિહાર સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો પણ ગુજરાતમાં પેટિયું રળે છે. રાજસ્થાન અને મદ્યપ્રદેશમાં ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે ત્યારે એકબીજાની રાજકીય બાજી બગાડવા માટે ગુજરાતનો લોંચિંગ પેડ તરીકે ઉપયોગ કે દુરુપયોગ થઇ રહ્યો હોય તેમ વર્તુળોને હાલમાં લાગી રહ્યું છે. હુમલાઓ એટલા તીવ્ર છે કે રાષ્ટ્રીય સત્રે તેની અસરો શરૂ થઇ ગઇ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.