Home ગુજરાત માહિતી ખાતાનું લોલમલોલ…પ્રધાનમંત્રી શું કરશે ભૂમિપૂજન કે ઉદ્ઘાટન?

માહિતી ખાતાનું લોલમલોલ…પ્રધાનમંત્રી શું કરશે ભૂમિપૂજન કે ઉદ્ઘાટન?

1491
0
આટલી મોટી ભૂલ માટે જવાબદાર કોણ..? સતત 3 વખત એક્ષ્ટેનશન આપી વિજ્ઞાપન વિભાગમાં ચાલુ રખાયેલા વડાપ્રધાનના ભાઇ પંકજ મોદી કે માહિતી ખાતા પર વિશ્વાસ મૂકનાર ખુદ મુખ્યમંત્રી..?

(જી.એન.એસ.) ગાંધીનગર, તા. 30
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 સપ્ટે.ના રોજ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના જાહેર કાર્યક્રમોને દર્શાવતી માહિતી ખાતાની જાહેરખબરમાં મુંદ્રાના ગ્રીન ફીલ્ડ એલએનજી ટર્મિનલનું ખાતમુહૂર્ત છે કે ઉદઘાટન તેમાં ભારે ભોપાળુ બહાર આવ્યું છે. માહિતી ખાતાની અખબારી યાદીનો અહેવાલ એ છે કે વડાપ્રધાન આ ટર્મિનલનું ઉદઘાટન કરશે એટલે કે પ્રોજેક્ટ તૈયાર હોય તો જ ઉદઘાટન થાય. ભૂમિપૂજન ના થાય. આમ માહિતી ખાતાની આ જાહેરખબરમાં હિમાલય જેવડી ભૂલ છે. કેમ કે જે પ્રોજેક્ટનું ઉદઘાટન હોય તેનું ભૂમિપૂજન કઇ રીતે થાય..? એલએનજી ટર્મિનલ બનીને તૈયાર છે અને ઉદઘાટન બાદ તે કાર્યરત થશે. ભૂમિપૂજન એનું હોય કે જે પ્રોજેક્ટ હજુ તૈયાર નથી. પણ ભૂમિપૂજન બાદ તેને તૈયાર કરાય. અને તે પછી તેનું ઉદઘાટન થાય? આ સાવ દિવા જેવી સ્પષ્ટ વાત પણ માહિતી ખાતાના વિજ્ઞાપન વિભાગને તે સમજાઇ નથી. જે એક પ્રકારે લોલમલોલ અને ભોપાળુ જ છે. મજાની વાત તો એ છે કે અંગ્રેજી જાહેરખબરમાં એલએનજી ટર્મિનલના ઉદઘાટનનો ઉલ્લેખ છે. અંગ્રેજીમાં ઇનોગરેશન શબ્દનો ઉપયોગ થયો છે, ગ્રાઉન્ડ બ્રેકીંગ એટલે કે ભૂમિપૂજન એવો શબ્દ પ્રયોગ નથી. આ ઉપરાંત કચ્છના જ એક અન્ય પ્રોજેક્ટ કુદરતી ગેસ પરિવહન માટે સૌથી લાંબા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનું વાસ્તવામાં ઉદઘાટન થવાનું છે. તેના બદલે ખાતમુહૂર્ત લખવામાં આવ્યું છે. એક રીતે કચ્છના 3 પ્રોજેક્ટની માહિતીનો વિજ્ઞાપનમાં ખોટી આપવામાં આવી છે. ગેસ પાઇપ લાઇન પ્રોજેક્ટને આંતર રાજ્યોને સાંકળતી દર્શાવી છે. પરંતુ તે કોઇ બીજા રાજ્યની સાથે જોડાયેલી નથી, બીજા જિલ્લા સાથે પણ જોડાયેલી નથી. એ ક જ જિલ્લામાં 67 કિ.મિ. લાંબી હોવા છતાં તેની પણ ખોટી માહિતી આપી હોવાનું ચર્ચામાં છે. માહિતી ખાતુ મુખ્યમંત્રીના સીધા દેખરેખમાં હોય છે. એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જેમના પ્રતાપે ગુજરાતના નાથ બન્યા તે વડાપ્રધાન મોદી જે પ્રોજેક્ટનું ઉદઘાટન કરવાના છે તેને ભૂમિપૂજનમાં ખપાવીને વડાપ્રધાનનું અપમાન થયું એવી લાગણી પ્રવર્તી રહી છે. જાણકારો એમ કહે છે કે માહિતી ખાતામાં વિજ્ઞાપનનો હવાલો વડાપ્રધાન મોદીના સગા ભાઇ પંકજ મોદી સંભાળે છે. આમ તો તેઓ નિવૃત થયા છે . પરંતુ નિવૃતિ બાદ પણ તેમને સતત 3 વખત નોકરીમાં એક્ષ્ટેનશન આપીને એ જ સ્થાને ચાલુ રખાયા છે. વડાપ્રધાન મોદી કે જેઓ આવી નાની નાની બાબતોમાં ખૂબ જ સજાગ રહેતા હોય છે તેમની જાહેરખબરમાં આટલી મોટી ભૂલ માટે કોણ જવાબદાર..? વિજ્ઞાપન વિભાગ કે માહિતી ખાતા પર વિશ્વાસ મૂકનાર ખુદ મુખ્યમંત્રી..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIPS અધિકારી આશિષ ભાટિયા થશે અમદાવાદના નવા પોલીસ કમિશનર
Next articleપરપ્રાંતિઓ પર હુમલા..રાજકિય પાડાઓની લડાઇમાં રાષ્ટ્રિય અખંડીતા વિસરાઇ….!!