રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૧૫૦૦.૭૬ સામે ૭૧૦૧૮.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૦૬૬૫.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૫.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૩.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૧૮૬.૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૫૮૯.૫૫ સામે ૨૧૪૬૧.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૩૧૬.૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૭.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૫૪૯.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે પણ ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂઆત સાવચેતી સાથે થઇ હતી. બુધવારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં મોટા કડાક બાદ આજે એટલે કે ગુરુવારે પણ દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી હતી, ઉપરાંત એચડીએફસી બેંકના શેરમાં પણ ઘટાડાનો દોર યથાવત્ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ – હમાસ વચ્ચે તણાવ બાદ હવે ઈરાનના પાકિસ્તાન પર મિસાઈલ હુમલાના અહેવાલ વચ્ચે તણાવને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધવાની ભીતિ, ચાઈનાની આર્થિક વૃદ્વિની નિરાશા, સ્ટીમ્યુલસમાં વિલંબ, સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અનિશ્ચિતા અને બીજી તરફ કોર્પોરેટ ઈન્ડિયાના ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સિઝનમાં અપેક્ષાથી નબળા પરિણામે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૦૬ અને વધનારની સંખ્યા ૧૮૯૮ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૮૬%, ટેક મહિન્દ્રા ૨.૧૬%, ટાટા મોટર્સ ૧.૭૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૮% અને એક્સિસ બેન્ક ૧.૦૩% વધ્યા હતા, જ્યારે એચડીએફસી બેન્ક ૩.૨૬%, એનટીપીસી ૩.૨૩%, ટાઈટન કંપની ૨.૪૫% એશિયન પેઈન્ટ્સ ૨.૪૩% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૩૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૬૬ લાખ કરોડ ઘટીને ૩૬૯.૬૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૨ કંપનીઓ વધી, ૧૭ કંપનીઓ ઘટી હતી અને ૧ કંપની સ્થિર રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજારની રેલીનો લાભ લઈ કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (IPO) મારફત જ નાણાં ઊભા કરી રહી છે, એટલું જ નહીં રાઈટસ ઈશ્યુ મારફત પણ જંગી નાણાં ઊભા કરી લેવાનો કંપનીઓ વ્યૂહ ધરાવી રહી છે. પ્રાઈમરી તથા સેકન્ડરી માર્કેટની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૩ એકદમ શ્રેષ્ઠ રહ્યું હતું. ૫૮ જેટલી કંપનીઓએ મુખ્ય એકસચેન્જોમાં અંદાજીત રૂ.૪૯૫૦૦ કરોડ ઊભા કરી લીધા હતા જ્યારે ૧૭૨ જેટલી એસએમઈએ રોકાણકારો પાસેથી અંદાજીત રૂ.૪૫૦૦ કરોડ ઊભા કર્યા છે. નાણાં ઊભા કરવા માટેનો સ્રોત કંપનીઓએ માત્ર આઈપીઓ સુધી જ સીમિત રાખ્યો નથી પરંતુ રાઈટસ ઈશ્યુ મારફત પણ જંગી નાણાં એકત્રિત કરી લેવા કંપનીઓ વ્યૂહ ધરાવી રહી હોવાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.
હાલમાં ઓછામાં ઓછી ૪૫ કંપનીઓએ રાઈટસ ઈશ્યુ મારફત ભંડોળ ઊભા કરવાની જાહેરાત કરી દીધી છે. જે કંપનીઓએ રાઈટસ ઈશ્યુ લાવવાની જાહેરાત કરી છે તેમાં યુપીએલ, ગ્રાસીમ, ટાટા કન્ઝયૂમરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અત્યારસુધીમાં અંદાજીત રૂ.૫૦,૦૦૦ કરોડથી વધુના રાઈટસ ઈશ્યુની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય ઈક્વિટીઝમાં સેકન્ડરી તથા પ્રાઈમરી બન્ને માર્કેટસ માટે રોકાણકારો પોઝિટિવ માનસ ધરાવી રહ્યા છે તેથી અગામી દિવસોમાં સેકન્ડરી માર્કેટસ મારફત ઈન્ફલોઝની પોઝિટિવ અસર ભારતીય શેરબજાર જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.