Home દેશ - NATIONAL પ્રાણ પ્રતિષ્ઠા સેરેમની માટે અયોધ્યા પહોંચશે અભીનેત્રી હેમા માલિની

પ્રાણ પ્રતિષ્ઠા સેરેમની માટે અયોધ્યા પહોંચશે અભીનેત્રી હેમા માલિની

45
0

(જી.એન.એસ),તા.૧૬

22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારીઓ પહેલેથી જ ચાલી રહી છે અને તેનું આયોજન ખૂબ જ ભવ્ય સ્તરે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ માટે ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે એક્ટ્રેસ હેમા માલિનીએ પણ એક વીડિયો દ્વારા કહ્યું છે કે તેઓ પણ આ ખાસ અવસર પર અયોધ્યામાં હશે અને પરફોર્મ પણ કરશે. હેમા માલિનીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. હેમા માલિનીએ આ પ્રસંગે કહ્યું કે હું પહેલીવાર અયોધ્યા આવી રહી છું જ્યાં લોકો ઘણા વર્ષોથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા હતા. 17 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે હું અયોધ્યા ધામમાં રામાયણ પર ડાન્સ ડ્રામા પરફોર્મ કરીશ. એક્ટ્રેસની ઉંમર 75 વર્ષની છે પરંતુ આ ઉંમરે પણ તેણે પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસની ખાસ વાત એ છે કે તે પોતાની ફિટનેસનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.  

હેમા માલિની એક્ટ્રેસ બનતા પહેલા એક પ્રોફેશનલ ડાન્સર હતી અને ડાન્સની યોગ્ય ટ્રેનિંગ પણ લીધી હતી. એટલું જ નહીં તેની બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલ પણ ડાન્સ કરવાનું જાણે છે. જ્યાં એક તરફ હેમા માલિનીએ ભરતનાટ્યમ શીખ્યા છે, તો તેની દીકરીઓ ઓડિસી નૃત્ય શીખી છે. ખજુરાહો ફિલ્મ ફેસ્ટિવલમાં હેમા માલિનીએ તેની દીકરીઓ સાથે પરફોર્મ કર્યું છે. તમને જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભાગ બનવા માટે ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓને ઈનવાટ કરવામાં આવ્યા છે. તેમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંતનું નામ પણ સામેલ છે. આ સિવાય હેમા માલિની, માધુરી દીક્ષિત, અરુણ ગોવિલ, નીતિશ ભારદ્વાજ, દીપિકા ચિખલિયા, કંગના રનૌત, મધુર ભંડારકર અને પ્રસૂન જોશી પણ આ ખાસ અવસર પર હાજર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિગ બોસ 17 શોમાં અંકિતા લોખંડેએ પતિ વિકી જૈનને કહી સ્પષ્ટ વાત 
Next articleઅમિતાભ બચ્ચને તેમની તસવીર શેર કરી, હાથ પર કાળી પટ્ટી પર કહ્યું,”હાથ પર સર્જરી કરવામાં આવી છે”