Home મનોરંજન - Entertainment અમિતાભ બચ્ચને તેમની તસવીર શેર કરી, હાથ પર કાળી પટ્ટી પર કહ્યું,”હાથ...

અમિતાભ બચ્ચને તેમની તસવીર શેર કરી, હાથ પર કાળી પટ્ટી પર કહ્યું,”હાથ પર સર્જરી કરવામાં આવી છે”

27
0

(જી.એન.એસ),તા.૧૬

બ્લોગથી અમિતાભ બચ્ચને તેમની તસવીર શેર કરી જેમાં તેમના હાથ પર કાળી પટ્ટી બાંધેલી છે અને તેની પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. એક્ટરે જણાવ્યું કે, તેના હાથ પર સર્જરી કરવામાં આવી છે. બિગ બીએ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં અક્ષય કુમાર સાથે પોતાના સર્જીકલ હાથથી શૂટ કરાવ્યું હતું. તેમના બ્લોગમાં અમિતાભ બચ્ચને અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર સુર્યા સાથેની ઘણી તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં તેમના હાથ પર કાળી પટ્ટી બાંધેલી હતી તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.  બ્લોગથી બોલિવૂડ એક્ટરે એ પણ જણાવ્યું કે, તેણે તેના હાથની સર્જરી કરાવી હતી પરંતુ અભિનેતાએ તે જણાવ્યું નથી કે તેની સર્જરી ક્યારે અને શા માટે કરવામાં આવી હતી. આ પછી ફેન્સને એક્ટરની ચિંતા થવા લાગી છે. ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની વાત કરીએ તો, તેને ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની જેમ જ બનાવવામાં આવી છે. આ લીગમાં ઘણી મેચો છે. જેમાં સ્ટાર્સ પોતાની ટીમ બનાવે છે. અમિતાભ બચ્ચન મુંબઈની ટીમના માલિક છે. તો અક્ષય કુમારે શ્રી નગરની ટીમને પોતાની બનાવી લીધી છે.  આ એક ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે T-10ની છે.

તમને જણાવી દઈએ કે તે 2 માર્ચથી શરૂ થશે અને 9 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર ઉપરાંત સૂર્યા, સૈફ અલી ખાન, રામ ચરણ, કરીના કપૂર ખાન અને રિતિક રોશનની ટીમ પણ તેમાં સામેલ છે. અમિતાભના કામની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં કલ્કી 2898 ADમાં જોવા મળશે. આ સિવાય તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં કમલ હાસન, દિશા પટણી પણ જોવા મળવાના છે. આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે, પરંતુ રિલીઝ ડેટ હજુ સામે આવી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રાણ પ્રતિષ્ઠા સેરેમની માટે અયોધ્યા પહોંચશે અભીનેત્રી હેમા માલિની
Next articleપલક તિવારીએ લીલા રંગની સાડીમાં આપ્યા પોઝ, ટ્રેડીશનલ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો