રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૫૬૮.૪૫ સામે ૭૩૦૪૯.૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૯૦૯.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૩.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૫૯.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૩૨૭.૯૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૯૪૭.૦૦ સામે ૨૨૦૫૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૯૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૪૦.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મિડલ ઈસ્ટમાં વધતાં તણાવની સાથે જીઓપોલિટીકલ ટેન્શન છતાં વૈશ્વિક બજારોમાં વ્યાજ દરમાં સેન્ટ્રલ બેંકો દ્વારા ચાલુ વર્ષમાં ઘટાડાની અપેક્ષા અને ચાઈનાના સ્ટીમ્યુલસના સંકેત વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજીનો માહોલ યથાવત્ રહ્યો હતો. ભારતીય શેરબજારમાં વન-વે વિક્રમી તેજીમાં ગત સપ્તાહે ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ અને ઈન્ફોસીસના નબળા પરિણામ છતાં આવક અંદાજો વધારવામાં આવ્યાના પરિબળે અને એચસીએલ ટેકનોલોજીના પણ એકંદર અપેક્ષિત પરિણામે આઈટી – ટેકનોલોજી શેરોમાં તેજીનું તોફાન ચાલુ રહ્યું હતું અને સાથે સાથે ફંડો, મહારથીઓએ ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને ટેલિકોમ્યુનિકેશન શેરોની આગેવાનીએ બીએસઈ સેન્સેક્સે ૭૩૪૦૨.૧૬ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૨૧૪૯.૯૦ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં એક તરફ વેચવાલી સામે લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારોની મોટી ખરીદી જોવા મળી હતી. ઉપરાંત સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમની બેઠકમાં ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટમાં ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જો કે ભારત અને અંગે કેટલાક અર્થશાસ્ત્રીઓનો મત છે કે, વૈશ્વિક પડકારો છતાં ભારત વિકસતા અર્થતંત્ર તરફ આગળ વધતું રહેશે અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા મજબુત આર્થિક વૃદ્ધિ દર જાળવી રાખવામાં પણ સફળતા પણ મળશે તેવા અહેવાલોની પોઝીટીવ અસર જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૬ અને વધનારની સંખ્યા ૨૦૯૧ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં વિપ્રો ૬.૨૫%, એચસીએલ ટેક્નોલોજીસ ૨.૯૦%, ઈન્ફોસિસ ૨.૪૭%, ભારતી એરટેલ ૨.૩૯% અને ટેક મહિન્દ્રા ૨.૩૪% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૨.૩૪% બજાજ ફિનસર્વ ૧.૧૭%, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૬૬%, ટાટા મોટર્સ ૦.૪૮% અને ટાટા સ્ટીલ ૦.૨૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૮૦ લાખ કરોડ વધીને ૩૭૬.૧૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર ૧લી ફેબ્રુઆરીના રોજ આગામી નાણાં વર્ષ માટેના વચગાળાના બજેટમાં દેશના નાણાંકીય ક્ષેત્રમાં સુધારા લાવવાની પોતાની કટિબદ્ધતાને કેન્દ્ર સરકાર જાહેર કરશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જાહેર ક્ષેત્રની એક બેન્ક તથા એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણ માટેની માર્ગરેખા જાહેર થવાની અપેક્ષા છે સાથે ડિજિટલ પર ભાર આપીને નાણાંકીય સર્વસમાવિષ્ટતા પર નવેસરથી ધ્યાનકેન્દ્રીત કરવાની દરખાસ્ત પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન રજુ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ઈન્સ્યૂરન્સ એમેન્ડમેન્ટ બિલ જે આગામી નાણાં વર્ષમાં રજુ કરવા માટે તૈયાર કરાઈ રહ્યું છે તેને પણ અંતિમ રૂપ આપવાની તૈયારી ચાલી રહી છે. આ ખરડો પસાર થવા સાથે વીમા ક્ષેત્રમાં વ્યૂહાત્મક સુધારા હાથ ધરી શકાશે. ઉપરાંત અગામી દિવોસમાં કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૩ અંતના ત્રિમાસિકની સીઝનમાં હવે ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ના એચડીએફસી બેન્ક, ફેડરલ બેન્ક, ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના ઓરેકલ ફિનસર્વ, એશીયન પેઈન્ટસ, એલટીઆઈ માઈન્ડટ્રી, ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ઈન્ડસઈન્ડ બેન્ક, ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થનારા પરિણામ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.