(જી.એન.એસ),તા.૧૪
ક્રિકેટમાં તમે અનેક રોમાંચક જોઈ હશે. જ્યાં ફિલ્ડરે હવામાં કુદતા કુદતા કેદ પકડ્યો હતો.પરંતુ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી સુપર સ્મૈશ લીગમાં જે કેચ જોવા મળ્યો લાજવાબ હતો. ક્રિકેટમાં અનેક મેચ જોઈ હશે પરંતુ આ મેચમાં ફીલ્ડરે હવામાં કુદતા કેચ પકડ્યો હતો. ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી સુપર સ્મૈશ લીગમાં જે કેચ પકડ્યો તે શાનદાર રહ્યો. સુપર સ્મૈશમાં શનિવારના રોજ વેલિંગ્ટનની ટીમનો સામનો સેન્ટ્રલ ડિસ્ટ્રીકનો હતો. મેચમાં વેલિગ્ટનના ખેલાડીએ શાનદાર ફીલ્ડિંગ કરી હતી.
જેને જોઈ સૌ કોઈ પરેશાન રહી ગયા હતા. સ્કોરશીટ પર આ ખેલાડીના નામ કેચ લેનાર ખેલાડી તરીકે નામ લખવામાં આવશે પરંતુ આ કેચનો વીડિયો જે પણ જુએ છે તે કહે છે આવો કેચ તો આજ ખેલાડી લઈ શકે છે.આ મેચમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિકે જીત મેળવી છે. વેલિગ્ટંન પહેલા બેટિંગ કરતા 8 વિકેટે ગુમાવી 147 રન બનાવ્યા છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિકે 4 વિકેટ ગુમાવી 16.5 ઓવરમાં આ સ્કોર મેળવ્યો હતો અને 6 વિકેટ પણ લીધી હતી.
સેંટ્રલ ડિસ્ટ્રિકની ટીમ બેટિંગ કરી રહી હતી.ઇનિંગની છઠ્ઠી ઓવર ચાલી રહી હતી અને મિશેલ સ્નેડન બોલિંગ કરી રહ્યો હતો. સામે બેટ્સમેન વિલ યંગ હતો. ઓવરના ચોથા બોલ પર યંગે સામેથી શોટ રમ્યો હતો. બોલ બોલરના માથા ઉપરથી ગયો હતો. બોલને કેચ કરવા માટે ટ્રૉય જોનસન દોડ્યો હતો. જોનસેને બોલને પાછળી દોડી કેચ લીધો હતો. કેચ લીધા બાદ તેમના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક તરફથી જૈક બોયલે શાનદાર ઈનિગ્સ રમી હતી. તેમણે 43 બોલ પર 10 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા, તેમના સિવાય ટૉમ બ્રૂસે 21 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવવા મહત્વની ભુમિક ભજવી હતી. ડગ બ્રેસવેલ તોફાની ઈનિગ્સ રમી હતી. તેમણે 11 બોલ પર 4 છગ્ગાની મદદથી 30 રનની ઈનિગ્સ રમી હતી. વેલિંગ્ટન માટે સૌથી વધુ 41 રન વાન વીકે બનાવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.