(G.N.S) dt. 12
ગાંધીનગર,
પ્રવાસનનો અદભૂત નજારો- તકો ધરાવતા તેમજ ભારતના ‘અષ્ટ લક્ષ્મી’તરીકે ઓળખાતા ઉત્તર પૂર્વના આઠ રાજ્યોના સ્ટોલ્સે ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાતના પ્રવાસ રસીયાઓ માટે સૌથી મોટું આકર્ષણ જમાવ્યું છે.
મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ નોર્થ ઈસ્ટર્ન રિજિયનના સચિવ શ્રી ચંચલ કુમારે આ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત કરીને અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ ‘સેવન સિસ્ટર’ તરીકે ઓળખાતા ઉત્તર પૂર્વના સાત રાજ્યો એટલે કે, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ મિઝોરમ, મેઘાલય, મણિપુર અને અરુણાચલપ્રદેશમાં એક રાજ્ય સિક્કીમને સમાવીને તેને ‘અષ્ટલક્ષ્મી’ નામ આપવામાં આવ્યું છે.આ આઠ રાજ્યોના ખાસ વિકાસ માટે ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ નોર્થ ઈસ્ટર્ન રિજિયનની રચના કરવામાં આવી છે.
કુદરતના ખોળે વસેલા અને અખૂટ લીલોતરી ધરાવતા આ આઠ રાજ્યો સ્ટોલ્સમાં પ્રવાસન,હસ્તકલા,ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો, વિવિધ મિલેટસ્, વિવિધ સ્વાદ ધરાવતી ઓર્ગેનિક ચા-કોફી, ઉનના હાથ વણાટના ગરમ કપડા, નેચરલ અગરબત્તી,મહિલાઓના આકર્ષક આભૂષણો સૌનું ધ્યાન આકર્ષી રહ્યા છે.
આ ઉપરાંત આ આઠ રાજ્યોના ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસનની વિવિધ તકો- પેકેજની માહિતી પણ આ સાથે પ્રવાસ રસીયાઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જે મુલાકાતીઓ જેમાં ખાસ ગુજરાતીઓ માટે રસનો વિષય બન્યો રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.