રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૩૮૬.૨૧ સામે ૭૧૩૮૩.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૧૧૦.૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૨.૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૬૫૭.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૬૧૬.૮૫ સામે ૨૧૫૭૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૫૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૬.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૭૨૨.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વની તાજેતરની મીટિંગની મીનિટ્સમાં વધુ પડતી અંકુશિત પોલીસી બાબતે ચિંતા બતાવી વ્યાજ દરમાં આગામી દિવસોમાં ઘટાડાની શકયતાના સંકેત આપવામાં આવતાં વૈશ્વિક બજારોમાં ઘટાડો અટક્યા સાથે ભારતીય શેરબજારોમાં પણ બે દિવસના બે તરફી અફડાતફડી બાદ આજે બજાર ફરી તેજીના પંથે પડયું હતું. ઈરાન-અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં વધતાં તણાવ વચ્ચે અમેરિકાની હથી આતંકીઓને રાતા સમુદ્રમાં હુમલા સામે ચેતવણી અપાતાં અને ખાસ વૈશ્વિક અર્થતંત્ર માટે અમેરિકાના વ્યાજ દરમાં સંકેતની પોઝિટીવ અસર જોવાઈ હતી. અલબત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત થતાં રહ્યા હતા.
ભારતીય શેરબજારોમાં કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસીસ શેરોની આગેવાનીમાં ફંડોએ મોટી ખરીદી સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. આ સાથે કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ્સ, આઈટી, ટેક અને મેટલ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. કેન્દ્રિય બજેટમાં આ વખતે હાઉસીંગ ક્ષેત્રે પ્રોત્સાહનોની અપેક્ષા સાથે સંખ્યાબંધ પોઝિટીવ દરખાસ્તોની અપેક્ષાએ સાથે કોર્પોરેટ પરિણામોની શરૂ થનારી સીઝન પૂર્વે વર્ષ ૨૦૨૪માં આઈટી, બેંકિંગ શેરો બજારના તેજીના ચાલકબળ રહેવાની અપેક્ષાના અહેવાલની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૫ અને વધનારની સંખ્યા ૨૦૮૪ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૬૯%, એચસીએલ ટેક્નોલોજી ૨.૧૫%, આઈસીઆઈસઆઈ બેન્ક ૧.૪૦%, ટાટા મોટર્સ ૧.૦૯% અને ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૯૪% વધ્યા હતા, જ્યારે એનટીપીસી ૨.૦૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૩૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૦%, એક્સિસ બેન્ક ૦.૭૩% અને ઈન્ફોસિસ ૦.૬૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૩ લાખ કરોડ વધીને ૩૬૮.૭૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન સમયમાં ભારતીય અર્થતંત્રનું અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન રહ્યું છે. હાલમાં જ સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરના અંદાજ વધારો કર્યો છે. તેમજ વર્લ્ડ બેંકને લાગે છે કે ભારતની આ સ્થિતિ અકબંધ રહેશે, વૈશ્વિક મંદી હોવા છતાં પણ આવનાર વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા જોરદાર ગતિએ આગળ વધશે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ફર્સ્ટ એડવાન્સ અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૩% રહી શકે છે. આ અંદાજ રિઝર્વ બેંકે આપેલા અંદાજ કરતા વધુ છે. રિઝર્વ બેંકે ડિસેમ્બર ૨૦૨૩ના એમપીસી પછી કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ૭% રહી શકે છે. ૭%નો વિકાસ દર એવું દર્શાવે છે કે ભારત વર્તમાન સમયમાં દુનિયામાં સૌથી વધુ વિકાસ કરતુ અર્થતંત્ર છે.
વર્લ્ડ બેંકનું અનુમાન છે કે નાણાકીય ૨૦૨૪-૨૫ વૈશ્વિક મંદી પછી પણ ભારતનો આર્થિક વિકાસ દર ૬.૪% રહી શકે છે. જેના પરથી એવું કહી શકાય કે ભારત પર વૈશ્વિક મંદીની અસર પડશે પરતું તે અસર મર્યાદિત રહેશે. જો કે, વિશ્વની અન્ય કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતનો ૬.૪%નો વિકાસ દર પણ સૌથી વધુ હશે. વર્લ્ડ બેંકે તેના તાજેતરના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટમાં કહ્યું છે કે આવનારા વર્ષોમાં ભારતમાં રોકાણમાં થોડો ઘટાડો થવા છતાં રોકાણ મજબૂત રહેશે. ભારતમાં રોકાણને સરકારી રોકાણમાં વધારો અને કોર્પોરેટ બેલેન્સ શીટ્સ દ્વારા ટેકો મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.