Home મનોરંજન - Entertainment વર્ષ 2023માં, પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

વર્ષ 2023માં, પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

40
0

(જી.એન.એસ),તા.૦૧

વર્ષ 2023 બોક્સ ઓફિસની દૃષ્ટિએ ઘણું સારું રહ્યું છે. 4 વર્ષના બ્રેક પછી શાહરૂખ ખાન મુવીમાં પાછો ફર્યો છે અને સની દેઓલની 22 વર્ષ જૂની સ્ટાઈલ પણ જોવા મળી છે. આ પાંચ ફિલ્મોએ માત્ર દર્શકોનું મનોરંજન કરવામાં જ નહીં પરંતુ બોલિવૂડની ઈજ્જત બચાવવામાં પણ ઘણું યોગદાન આપ્યું છે. તેણે આખી દુનિયામાં ધૂમ મચાવી હતી એટલું જ નહીં પરંતુ આ વર્ષે આ સ્ટાર્સે ભારતીય બોક્સ ઓફિસ પર પણ રાજ કર્યું હતું.

૧) જેલર : રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નું પણ નામ આ લિસ્ટમાં સામેલ છે. ભારતીય બોક્સ ઓફિસ પર 348.50 કરોડની કમાણી સાથે આ ફિલ્મે ભારતમાં સૌથી વધુ કમાણી કરતી પાંચ ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ લિસ્ટમાં આ ફિલ્મ પાંચમા સ્થાને છે. તમને જણાવીએ કે આ લિસ્ટમાં ચાર ફિલ્મો બોલિવૂડની છે અને જેલર સાઉથ સિનેમાની એકમાત્ર ફિલ્મ છે, જેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.., ૨) ગદર : જેણે 22 વર્ષ પહેલા બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. સની દેઓલે ફરી એક વાર તેનું પુનરાવર્તન કર્યું છે. પરંતુ આ વખતે પણ આ જોડીને દર્શકોનો એટલો જ પ્રેમ મળ્યો જેવો વર્ષો પહેલા મળ્યો હતો. આ યાદીમાં સની દેઓલની ફિલ્મ પણ સામેલ છે. જેણે ભારતીય બોક્સ ઓફિસ પર 525.70 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો છે. આવું થવું સ્વાભાવિક હતું, કારણ કે તારા સિંહના દરેક ફેન્સ તેની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા, તે જ અંદાજમાં જે તેણે અગાઉ બતાવી હતી..,

૩) પઠાણ : શાહરૂખ ખાન માટે ‘પઠાણ’ હંમેશા ખૂબ જ ખાસ ફિલ્મોમાંની એક બની રહેશે. કારણ કે ખુદ કિંગ ખાને પણ વિચાર્યું નહીં હોય કે 4 વર્ષના બ્રેક બાદ અભિનેતાની પહેલી ફિલ્મ આટલી ધમાલ કરી દેશે. જો કે તેની પાછળ એક બીજું મોટું કારણ છે, જે હિન્દી સિનેમાના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય બન્યું ન હતું,તે ‘પઠાણે’ કર્યું છે. એટલે કે 500 કરોડની ક્લબમાં સામેલ થનારી આ પહેલી હિન્દી ફિલ્મ છે.., ૪) જવાન : દુનિયાની વાત તો છોડો ભારતીય બોક્સ ઓફિસ પર પણ માત્ર ‘જવાન’ જ રાજ કરે છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ ખુદ આંકડાઓ બતાવે છે કે આ વર્ષ ‘જવાન’ના નામે પણ રહ્યું છે. 2023માં ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ અન્ય કોઈ નહીં પણ જવાન છે. જેણે માત્ર ભારતમાં જ રૂપિયા 640.25 કરોડનો બિઝનેસ કરીને ભલભલાના રેકોર્ડ તોડી નાખ્યા હતા.. અને

૫) એનિમલ : માત્ર શાહરૂખ ખાન જ નહીં આ વર્ષે બોક્સ ઓફિસ પર સફળતા મેળવનારા અન્ય અભિનેતાઓ પણ છે તે છે રણબીર કપૂર. જો કે રણબીર કપૂરે આ ફિલ્મ વર્ષના છેલ્લા મહિનામાં રિલીઝ કરી હતી, પરંતુ આ નિર્ણય તેના માટે કમાલ થઈ ગયો. કેટલાક સ્ટાર્સ આખા વર્ષમાં જે ન કરી શક્યા તે રણબીર કપૂરની ‘એનિમલ’એ માત્ર એક મહિનામાં કરી બતાવ્યું. માત્ર 30 દિવસમાં જ આ ફિલ્મ એ લિસ્ટમાં સામેલ થઈ ગઈ, જે દરેકનું સપનું હોય છે. એટલે કે 2023માં ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ‘એનિમલ’ બીજા સ્થાને છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં 543.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા માન. પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતમાં ૨૦૨૪ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક રાયસણ ખાતે યોજાઈ
Next articleભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠયા