(જી.એન.એસ.)પટના,તા.૧
બોધગયા મંદિર સીરિયલ બ્લાસ્ટ મામલામાં એનઆઈએ કોર્ટે શુક્રવારે પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથોસાથ 40-40 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ગુરુવારે આ મામલામાં બે પક્ષો તરફથી ચર્ચા થઈ હતી. એનઆઈએના વકીલે કોર્ટને જણાવ્યું કે આતંકીઓની લોકોને મારવાની યોજના હતી. અનેક મોટા લોકો નિશાના પર હતા. ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈ 2013ના રોજ મહાબોધિ મંદિર અને તેની આસપાસ 9 બ્લાસ્ટ થયા હતા. જેમાં એક બૌદ્ધ ભિક્ષુ સહિત 5 લોકો ઘાયલ થયા હતા.
હૈદર-રાંચીના ડોરંડાનો નિવાસી છે. 2014થી બેઉર જેલમાં બંધ છે. ઘટનાનો માસ્ટરમાઈન્ડ. બૌદ્ધ ભિક્ષુ બનીને આપ્યો હતો ઘટનાને અંજામ.
મુજીબુલ્લાહ- રાંચીના ચકલા ગામનો નિવાસી. 2014થી બેઉર જેલમાં બંધ. ઈમ્તિયાઝ- રાંચીના ધ્રુવાનો નિવાસી. 2013થી જેલમાં બંધ. હૈદરની મદદ કરી હતી. ઉમર- છત્તીસગઢના રાયપુરનો રહેવાસી. 2013થી જેલમાં બંધ. તેના જ ઘરે ષડયંત્ર ઘડાયું હતું.
અઝહર- રાયપુરનો નિવાસી. 2013થી જેલમાં બંધ. ષડયંત્ર રચવામાં સામેલ હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.