રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૯.૧૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૩૧૫.૦૯ સામે ૭૧૪૭૯.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૦૭૧.૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૧.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૧૨૨.૧૦ ઉછાળા સાથે ૭૧૪૩૭.૧૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૧૪૭૭.૨૫ સામે ૨૧૪૮૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૪૧૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૫૨૯.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
મંગળવારે શેરબજારનો કારોબાર નજીવા વધારા સાથે સમાપ્ત થયો.BSE સેન્સેક્સ ૧૨૨.૧૦પોઈન્ટના વધારા સાથે ૭૧૪૩૯.૧૯ના પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૧.૭૫ પોઈન્ટના વધારા સાથે ૨૧૫૨૯.૦૦ના પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૨.૬૫ પોઈન્ટના વધારા સાથે ૪૮,૦૦૦ના પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. શેરબજારમાં દિવસના કારોબાર દરમિયાન, સેન્સેક્સે એકવાર ૨૫૦ પોઈન્ટ સુધીનો વધારો નોંધાવ્યો હતો.નિફ્ટીએ મંગળવારે પહેલીવાર ૨૧,૫૦૦ના સ્તરને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો.મંગળવારે શેરબજારના અસ્થિર કારોબારમાં નિફ્ટી મિડકેપ ૧૦૦, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્કમાં નબળાઈ નોંધાઈ હતી જ્યારે બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યો હતો.
શેરબજારના ટોપ ગેનર્સમાં ગ્રાસીમ,લાર્સેન,હેવેલ્સ,ડીવીસ લેબ,ઈન્ડીગો,તોર્રેન્ટ ફાર્માસ્યુટિકલ,વોલ્ટાસ,કોટક બેંક,ગ્લેનમાર્ક ફાર્મા,લ્યુપીન, સિપ્લા, નેસ્લે ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, મંગળવારે કજરિયા સિરામિક્સ, ગલ્ફ ઓઇલ, હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સ, IREDA, ICICI બેન્ક એનટીપીસીના શેરનો સમાવેશ થાય છે. જયારે બીજી બાજુ,SBI લાઈફ, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ, વિપ્રોના ટાટા મોટર્સ, પંજાબ નેશનલ બેન્ક, ગેઇલ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયન બેન્ક , LIC ,સ્ટોવ ક્રાફ્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જિયો ફાઈનાન્શિયલ, પટેલ એન્જિનિયરિંગ અને યુનિ પાર્ટ્સ ઈન્ડિયાના શેરમાં નબળાઈ જોવા મળી હતી .મંગળવારે અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી ૭ના શેરમાં નબળાઈ નોંધાઈ હતી જ્યારે અદાણી ગ્રીન એનર્જી અને NDTVના શેરમાં વધારો નોંધાયો હતો. મંગળવારે અંબુજા સિમેન્ટ, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી વિલ્મર, એસીસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૬ અને વધનારની સંખ્યા ૧૮૯૫ રહી હતી,૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૩૧% નો ઘટાળો અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૦% નો ઉછાળો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો,આ સમયે એટલું તો નક્કી જોવાઈ રહ્યું છે, ફોરેન ફંડો ભારતની સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના રી-વેલ્યુએશન સાથે રી-રેટીંગ કરીને મોટાપાયે રોકાણ કરવા લાગ્યા છે. એક અહેવાલ મુજબ ફોરેનના નવા ફંડ રોકાણકારોને ભારતીય શેરોમાં ૨૦ અબજ ડોલર જેટલું એટલે કે રૂ.૧૬૫૦ અબજ જેટલું એટલે કે રૂ.૧,૬૫,૦૦૦ કરોડ જેટલું રોકાણ કરવું છે અને આ માટે બજારમાં ઘટાડા-કરેકશન-તકની રાહ જોઈ બેસ્યા છે.તેજીની આ જેટ ગતિમાં તક ચૂકી ન જવાય એ માટે સપ્તાહના અંતે કરેલી જંગી ખરીદીએ બજારને ઐતિહાસિક નવા શિખરે મૂકી દીધું છે. હવે ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ આગામી દિવસોમાં જળવાઈ રહે છે કે અટકીને લોકલ ફંડોના પ્રોફિટ બુકિંગે ઐતિહાસિક તેજીને બ્રેક લાગે છે એના પર બજારની નજર રહેશે. ચાઈનાની સેન્ટ્રલ બેંકે આર્થિક કટોકટીમાંથી દેશને બહાર લાવવા ગત સપ્તાહના અંતે ૧૧૨ અબજ ડોલરનું કમર્શિયલ ધિરાણદારોને ધિરાણ પેકેજ આપ્યું હોઈ આ સ્ટીમ્યુલસ પગલાં કેટલા કારગત નીવડે છે એના પર પણ વિશ્વની નજર રહેશે. યુ.એસ. ફેડરલ રિઝર્વ અને બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર જાળવી રાખીને નવા વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડાના અમેરિકાએ આપેલા સંકેત બાદ હવે આગામી દિવસોમાં બેંક ઓફ જાપાન દ્વારા નવેમ્બર મહિનાના ફુગાવાના આંક ૨૨, ડિસેમ્બરના સાથે ચાઈના દ્વારા ૨૦,ડિસેમ્બર ૨૦૨૩ના રોજ તેના લોન પ્રાઈમ રેટ એક વર્ષ અને પાંચ વર્ષ માટે જાહેર થનાર હોઈ વૈશ્વિક બજારોની ઉથલપાથલ પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.