Home દેશ - NATIONAL મોંઘવારી ઃ સોશિયલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો આક્રોશ, કોઈ લૌટા દો મેરે બિતે...

મોંઘવારી ઃ સોશિયલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો આક્રોશ, કોઈ લૌટા દો મેરે બિતે હુએ દિન…

1113
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.23
કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે યુપીએના સાશન માં પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ભાવ વધારો પાછો ખેંચો ના બેનર સાથે ધરણા માં બેસતા હતા. હાલમાં પેટ્રોલ ડિઝાલનો ભાવ એટલો વધ્યો કે દેશ આખામાં હાહાકાર મચી ગયો પરંતુ રાજનાથસિંહ સડક પર નથી.
કેન્દ્ર સરકાર ના મંત્રી ને તો પેટ્રોલ ડીઝલ ના ભાવ પણ કદાચ ખબર નહીં હોય અને ખબર હોય તો એમને શું. એમણે કયા ગાડી લઈને ભરાવવા જવું છે. હાલમાં સોસીયલ મીડિયામાં એ તસ્વીરો વાઈરલ થઈ રહી છે જેમાં તે વખતે રાજનાથને ભાવ વધારાની ચિંતા હતી. લોકો કહી રહયા છે કે અમને અમારા એ રાજનાથસિંહ પરત આપો કે જે અમારા માટે સડક પર ઉતરે નહીં કે સંસદમાં બેસે..નથી જોઈતા અમને આ અચ્છે દિન…કોઈ લૌટા તો મેરે બિતે હુએ દિન…
રાંધણ ગેસ નો ભાવ 350 થી 700 ની ઉપર પહોંચી ગયો. સ્મૃતિ ઈરાની જ્યારે ભાજપ મહિલા મોરચાના નેતા હતા ત્યારે યુપીએના સાશનમાં રાંધણ ગેસનો બાટલો લઈને સડક પર ઉતર્યા હતા . કોંગ્રેસ સરકાર સામે તેમના આક્રમક તેવર જોઈને તેમને એનડીએ ના સાશનમાં મંત્રી બનાવ્યા અને રાંધણ ગેસ ના વધતા ભાવ તેમના માટે ચિંતાજનક નથી. લાખો કરોડો ગૃહણીઓ રાંધણ ગેસના વધતા ભાવથી પરેશાન. ઘરનું બજેટ ખોરવાઈ ગયું પણ સ્મૃતિ ઈરાની ને હવે માત્ર અમેઠી ની ચિંતા છે. દેશની મહિલાઓ કરતા કેમ કરીને અમેઠી માં જીતવું એની જ ચિંતા છે. હાલ માં સૉશ્યલ મીડિયા માં સ્મૃતિ ઈરાની નો એ ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ રાંધણ ગેસના બાટલા સાથે ધરણા પર છે.
યુપીએના સાશન માં વિરોધ પક્ષ તરીકે ભાજપે કોંગ્રેસ સરકારની ઊંઘ હરામ કરી નાંખી હતી. હાલના વિદેશમંત્રી સુષ્મા અને નાણામંત્રી અરુણ જેટલીએ તે વખતે દૂધી કોબીજ ફલાવર સાથે દેખાવો ધરણા કર્યા હતાં તે ફોટો વાઇરલ થયો છે. હાલમાં જો પેટ્રોલ ડીઝલ ને જીએસટી માં સમાવેશ કરાય તો ભાવ ઊતરે. પરંતુ તેમને પોતાની એ ચિંતા રાજ્યો પર છોડી ને પોતે આરામ માં છે. રાજ્યો અને કેન્દ્ર એકબીજાને ખો આપી રહ્યાં છે અને લોકો બિચારા, ગરીબ બાપડાં બની ને ક્યારે પેટ્રોલ ડિઝાલનો સમાવેશ જીએસટી માં કરે તેની ચિંતા માં રોજેરોજ ઊંચા ભાવ આપી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે આ નેતાઓ વિપક્ષમાં જ રહે તો સારું કેમ કે તેઓ સત્તાપક્ષ પર સારો એવો દબાણ લાવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાસ્યની સંક્રાતિઓના નિર્માતા…શ્રી વિનોદ ભટ્ટ, તમે યાદ આવશો…
Next article25થી વધુ અસંતુષ્ટ ધારાસભ્યનું નીતિન પટેલને સમર્થન..!! ભાજપનો સાથ છોડશે..!?