Home ગુજરાત હાસ્યની સંક્રાતિઓના નિર્માતા…શ્રી વિનોદ ભટ્ટ, તમે યાદ આવશો…

હાસ્યની સંક્રાતિઓના નિર્માતા…શ્રી વિનોદ ભટ્ટ, તમે યાદ આવશો…

1126
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.23
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વર્ષોથી હાસ્ય રસના લેખક અને જેમણે સાહિત્યક્ષેત્રે હાસ્ય વેરવામાં જાણે કે કોઈ કંજૂસી રાખી નહોતી એવા વિનોદ ભટ્ટનું હાસ્ય કાયમ માટે વિલાય ગયું છે. એમની સાથે તેમની હાસ્ય કથાઓ પણ મંદ મંદ હાસ્યથી લઇને અટ્ટહાસ્ય વેરતા એમના ચાહકો પણ વિનોદ ભટ્ટના નિધનથી જાણે કે મૌન બની ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. 14 જાન્યુઆરી 1938ના રોજ જન્મેલા વિનોદ ભટ્ટે મકરસંક્રાંતિએ જન્મ લઇને હાસ્ય ક્ષેત્રે અનેક સંક્રાંતિઓનું નિર્માણ કરીને હાસ્ય ક્ષેત્રે પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું હતું. હાસ્યરસ ક્ષેત્રે તારક મહેતા બાદ વિનોદ ભટ્ટ એકમાત્ર એવા હાસ્ય લેખક હતા કે જેમની ગણના નામાંકિત હાસ્ય લેખકોમાં થતી હતી. વિનોદ ભટ્ટ નામ પ્રમાણે જ વિનોદવૃત્તિ ધરાવતા હતા. વ્યવસાયે તેઓ આમ તો વેરા સલાહકાર એટલે કે ટેક્સ સંબંધિત સલાહ આપનાર હતા પરંતુ હાસ્યને અને કરવેરાને શું લાગે વળગે ? એક વિષય જીવંત અને બીજો વિષય સાવ જડ. તેમ છતાં તેમણે હાસ્ય વેરવામાં પોતાની આખી જિંદગી નિચોડી દીધી હતી. એક બેઠકમાં તેમણે તમે યાદ આવ્યા એ વિષય પર હાસ્ય કથાઓ વર્ણવી હતી. તેમના નિધન બાદ એમ કહી શકાય કે તમે યાદ આવશો…
તેમના નિધનથી ખરા અર્થમાં ખોટ પડી છે અને હાસ્યરસ ક્ષેત્રે તેમનું સ્થાન લઇ શકે એવી કોઈ પ્રતિભા દૂર દૂર સુધી નજરે પડતી નથી. અલવિદા વિનોદ ભટ્ટ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“અચ્છે દિન”..?, પેટ્રોલના ભાવમાં ભડકો, મોંઘવારીથી લોકોનું બજેટ ખોરવાયું
Next articleમોંઘવારી ઃ સોશિયલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો આક્રોશ, કોઈ લૌટા દો મેરે બિતે હુએ દિન…