(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.23
હાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતા મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સારી અને નવી નવી યોજનાઓ શરૂ કરાવી હતી. જેમાં ખેલકૂદ અંગે રમશે ગુજરાત,દિકરીઓ અંગેની યોજના,શાળા પ્રવેશોત્સવ,વાંચે ગુજરાત જેવી અનેક યોજનાઓમાંથી વાંચે ગુજરાત યોજના તેમના ગયા પછી સરકારની યાદીમાંથી નિકળી ગઇ છે. જો તેવું હોત તો આજે વિશ્વ પુસ્તક દિવસે વાંચે ગુજરાતના કાર્યક્રમોની જાહેરાતના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીઓ તથા ભાજપના ધારાસભ્યો અને સાંસદો વાંચે ગુજરાતમાં વાંચી રહ્યાં હોત. વાંચે ગુજરાતની સાથે હવે અખા ત્રીજથી કૃષિ મહોત્સવનો આરંભ પણ થતો નથી. કેમ કે હમણાં જ ખેડૂતોનું નવુ વર્ષ અખા ત્રીજે શરૂ થયું પણ એકેય કૃષિ રથના પૈડા ફર્યા નથી.
પુસ્તકપ્રેમી વર્તુળોના જણાવ્યાં પ્રમાણે, મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાત કાર્યક્રમ યોજીને લાયબ્રેરીમાં જતાં અને સામાન્ય વાચકોની સાથે બેસીને પોતાનું મનપસંદ પુસ્તક વાંચીને આખા ગુજરાતને પુસ્તકો વાંચવા પ્રેરિત કરતા હતા. તેના કારણે લોકોમાં અને નવી પેઢીમાં પુસ્તક પ્રત્યે લગાવ થયો હતો. આજે મોબાઇલ યુગમાં યુવાનો પુસ્તક વાંચવા પ્રેરાતા નથી. પુસ્તકો સાચા મિત્ર છે તેવો સંદેશો પણ મોદીએ આપ્યો હતો. પરંતુ તેમના વડાપ્રધાન થયા બાદ વાંચે ગુજરાત યોજના વાંચવાની કોઇ મુખ્યમંત્રીએ તસ્દી લીધી નથી. સરકારે શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજીયાત કરી પરંતુ જો તે વાંચવામાં જ ના આવે તો ફરજીયાત ગુજરાતી શિખનાર શું વાંચશે તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે.
પુસ્તકપ્રેમી વર્તુળોએ કહ્યું કે મોદી ગુજરાતને ભણાવવા અને વંચાવવા માંગતા હતા, વાંચે ગુજરાત કાર્યક્રમો દ્વારા તેઓ સૌ કોઇને લાયબ્રેરી અને પુસ્તકો પ્રત્યે જોડવાનો અનેરો પ્રયાસ શરૂ કરાયો હતો. પરંતુ તેમના ગયા પછી વાંચે ગુજરાતના બોર્ડ જાણે કે ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વ પુસ્તક દિવસે પસ્તકપ્રેમીઓ વાંચે ગુજરાતા કાર્યક્રમો યોજાયા હોત તો હોંશે હોંશે તેમાં ભાગ લેવા તૈયાર હોત. રાજ્યનો મુખ્યમંત્રી પ્રજા હેતુ એક પ્રેરણા સમાન હોય છે. લોકો તેમના આચરણમાંથી શિખતા હોય છે. પણ મોદીની આવી પ્રજાલક્ષી યોજનાઓ પ્રત્યે કેમ કોઇ ધ્યાન આપતું નથી તે પણ એક સવાલ છે.
મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મહોત્સવો આરંભ કરાવ્યો હતો. તેમણે ખેડૂતોના ખેતીના નવા વર્ષ અખાત્રીજથી કૃષિ મહોત્સવનો આરંભ થાય તેવી વ્યવસ્થા કરાવી હતી એને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી દર વર્ષે અખાત્રીજે 225 તાલુકામાં કૃષિ રથોના પૈડા ફરતા હતા. ગામે ગામે રથો જઇને ખેડૂતોને માહિતી આપતા હતા. પરંતુ હવે ખેડૂતોના ખેતીના નવા વર્ષ અખાત્રીજા બદલે કોઇ અન્ય તારીખે કૃષિ મહોત્સવ શરૂ થાય છે. જેમ કે ગયા વર્ષે 7 મેના રોજ કૃષિ મહોત્સવ શરૂ થયું અને જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો આરંભ થાય ત્યાં સુધી ચાલવાને બદલે 27 મેના રોજ પૂર્ણાહુતિ થઇ ગઇ હતી. ખરેખર તો મોદીના કાર્યક્રમ પ્રમાણે તે ચોમાસાનો આરંભ થાય ત્યાં સુધી જૂનના પ્રથમ સપ્તાહ સુધી ચાલવા જોઇએ. અખા ત્રીજ ગઇ પરંતુ કૃષિ મહોત્સવનો અવાજ કે રણકો ગુજરાતને સાંભળવા મળ્યો નથી.
વર્તુળોનું માનવુ છે કે મોદીના ગયા પછી તેમની યોજનાઓ તેમના અનુગામીઓને કદાચ તે નહીં ગમતી હોય. તેના કારણો તો એ અનુગામીઓ જાણે પણ આજે વિશ્વ પુસ્તક દિવસે ગુજરાત વાંચે તો શું વાંચે….તેવો પ્રશ્ન પણ થાય તે સ્વાભાવિક છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.