(G.N.S) Dt. 7
નવી દિલ્હી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુરુવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જીને મળ્યા હતા.
૧૯ મી સદીના મહાન સંત, મહિલા શિક્ષણ અને વંચિતો – શોષિતોના ઉદ્ધાર માટે ઐતિહાસિક પહેલ કરનાર ભારતીય નવજાગરણના પ્રણેતા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીના અવસરે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ શૃંખલામાં ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારામાં તા. ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન યોજાનારા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને નિમંત્રણ પાઠવ્યું હતું.
આ અવસરે આર્ય સમાજના વિભિન્ન સંગઠ્ઠનોના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.