Home ગુજરાત ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે સી.પી.આર...

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે સી.પી.આર શિક્ષક સજ્જતા તાલીમ કાર્યક્રમ યોજાયો

27
0

(G.N.S) Dt. 3

ગાંધીનગર,

‘જીવન ઘડતરનો પાયો નાંખનારા શિક્ષકો હવે જીવન રક્ષક પણ બની શકશે’-મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

શિક્ષકોને જીવન બચાવવાની તાલીમ આપી યોગ્ય હાથમાં આ જવાબદારી સોંપી રહ્યા છીએ તેવો વિશ્વાસ પ્રક્ટ કરતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર, ગાંધીનગર પ્રેરિત GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર GMERS હોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને સી.પી.આર શિક્ષક સજ્જતા તાલીમ કાર્યક્રમ યોજાયો.
વર્તમાનમાં જ્યારે યુવાનોમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુનો દર વધી રહ્યો છે. ત્યારે CPR તાલીમ દ્વારા જીવ બચાવી શકાય છે પરંતુ તેની જાણકારીના અભાવે ઘણા વ્યક્તિઓના જીવન જોખમમાં મુકાય છે. માટે શિક્ષકોને આ ટ્રેનિંગ આપી જરુર પડ્યે વિધાર્થીઓના જીવ બચાવવા આ મહત્વનો કાર્યક્રમ યોજાયો. કાર્ડિયાક અરેસ્ટનો મતલબ છે કે હૃદયનું ધબકવું બંધ થવું. અને હૃદયરોગનો હુમલો થવાનું મુળ કારણ છે કે હૃદયને પૂરતું લોહી ન મળવું. લોહી ન પહોંચવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થાય છે. હૃદયરોગનો હુમલા માટે આ ઘણાં કારણો પૈકીનું એક કારણ છે.ત્યારે CPR ટ્રેનિંગ આ પ્રકારની જીવલેણ ઘટનાઓ સમયે ઉપયોગ બની રહેશે.


આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગીક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિમાં ગુરુને પરમાત્માનું સ્વરૂપ ગણાવવામાં આવ્યું છે ત્યારે શિક્ષકોને જીવન બચાવવાની તાલીમ આપી આપણે યોગ્ય હાથમાં આ જવાબદારી સોંપી રહ્યા છે. જીવન ઘડતરનો પાયો નાંખનારા હવે જીવન બચાવનારા પણ બની શકશે તેવો તેમણે વિશ્વાસ પ્રકટ કર્યો હતો.


જ્યારે મેડિકલ કોલેજ ગાંધીનગરના ડીનશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષકોમાં આ તાલીમનો મુખ્ય હેતુ એ છે કે વર્તમાનમાં શાળાના બાળકોમાં કાર્ડિયાક અરેસ્ટના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે.ત્યારે કોઈના લાડકવાયા સંતાનોના શિક્ષકો તેમના જીવન રક્ષક પણ બની શકશે.


મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગાંધીનગર શ્રીમતી શિલ્પાબેન પટેલ, મેયરશ્રી ગાંધીનગર હિતેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી ગાંધીનગર ઉત્તર શ્રીમતી રીટાબેન પટેલ, ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ શ્રીમતી હંસાબેન પટેલ, ડીન શ્રી મેડિકલ કોલેજ ગાંધીનગર ડો. શોભના ગુપ્તા, સંયોજક શ્રી ડોક્ટર સેલ ડો. હસમુખ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગાંધીનગર ડો. ભગવાનભાઈ પ્રજાપતિ, ગાંધીનગર મેડિકલ કોલેજ ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો. મીતા પરીખ, એચ.ઓ.ડી ડો. ભારતીબેન રાજાણી તથા રેસિડેન્ટલ ડોક્ટર સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનિય છેકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ CPR તાલીમ મેળવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત વિધાનસભા ખાતે ડૉ. રાજેન્દ્ર પ્રસાદના ૧૩૯મા જન્મદિવસ નિમિત્તે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ
Next articleગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે તા. ૪ થી ૮ ડિસેમ્બર દરમિયાન યોજાશે “ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-૨૦૨૩”