Home ગુજરાત ગુજરાતમાં ૧ વર્ષમાં ૧૮૨૦ ગૃહિણીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

ગુજરાતમાં ૧ વર્ષમાં ૧૮૨૦ ગૃહિણીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

13
0

(GNS),03

આજે ગૃહિણી દિવસ છે. 3 નવેમ્બરની ગૃહિણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જોકે, આપણે દરેકે આપણાં ઘરમાં ગૃહિણી તરીકે કામ કરતા આપણાં માતા, બહેન કે પત્નીને યોગ્ય સન્માન આપવાની જરૂર છે. તેઓ જે આપણાં માટે કરે છે તેનું કોઈ મુલ્ય કે કોઈ વળતર ન હોઈ શકે, તે અનમોલ છે. ત્યારે આજના દિવસે ગૃહિણીઓના સન્માન અર્થે ઉજવવામાં આવે છે. આપણાં ઘરની ગૃહિણી આપણાં માટે પોતાનો જીવ રેડી દે છે અને તોય જ્યારે આપણે તેને સાવ સહજતાથી કહી દઈએ છીકે, તું આખો દિવસ ઘરમાં કરે છે ?. આ સવાલ તેના મનમાં એક તીરની જેમ ખુંચે છે. આ સાથે જ અહીં ચિંતાનો વિષય એ પણ છેકે, ગુજરાતમાં ગૃહિણીઓની સ્થિતિ ખરાબ છે. આ અમે નથી કહી રહ્યાં પણ નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા તેનો પુરાવો છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં દરોરોજ સરેરાશ પાંચ ગૃહિણીઓ આત્મહત્યા કરે છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર ગુજરાતમાંથી ૩ વર્ષમાં ૫૨૪૫ ગૃહિણીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે, જેમાં વર્ષ ૨૦૧૯માં ૧૬૮૯, ૨૦૨૦માં ૧૭૩૬ અને ૨૦૨૧માં ૧૮૨૦ ગૃહિણીઓની આત્મહત્યાનો સમાવેશ થાય છે. આમ, ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૨ ૧ની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાંથી કુલ ૨૩૧૭૮ ગૃહિણીઓએ આત્મહત્યા કરી હતી. જેમાં તામિલનાડુમાં સૌથી વધુ ૩૨૨૧, મધ્ય પ્રદેશમાં ૩૦૫૫, મહારાષ્ટ્રમાં ૨૮૬૦, પશ્ચિમ બંગાળમાં ૧૯૯૮ ગૃહિણીઓની આત્મહત્યાનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૧માં સૌથી વધુ ગૃહિણીઓની આત્મહત્યાને મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા સ્થાને છે. ગૃહિણીઓની આત્મહત્યા તે માટે મુખ્યત્વે સાસરિયા તરફથી દહેજ માગવા ઉપરાંત માનસિક ત્રાસ મુખ્યત્વે જવાબદાર પરિબળ હોય છે. મનોચિકિત્સકો મતે પણ માનસિક આરોગ્યની હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ જે દર્દીઓ આવે છે તેમાંથી ૬૦ ટકા મહિલાઓ હોય છે. ગર્ભાવસ્થા બાદ કે પ્રીમેનોપેઝલ તબક્કો, પરિવાર સાથે તાલમેલ, ઘરની જવાબદારીને કારણે કારકિર્દી નહીં ઘડી શકવા જેવા પરિબળોથી ડિપ્રેશનની સમસ્યા તેમનામાં વધારે જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમે બે બાળકોનાં જઠરમાંથી અન્નનળી બનાવી મોં થી ખોરાક લેતા કર્યા
Next articleકલમ 386 હેઠળ ગુન્હો દાખલ થતાં ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા