Home ગુજરાત કલમ 386 હેઠળ ગુન્હો દાખલ થતાં ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા

કલમ 386 હેઠળ ગુન્હો દાખલ થતાં ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા

8
0

(GNS),03

ભરૂચની સીટ પરથી લોકસભાની સીટ પર ચૂંટણી લડવાના સપનાં સેવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ થઈ છે. જેને પગલે ધારાસભ્ય ભરાયા છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં કાર્યવાહી થઈ છે. જંગલની જમીનમાં ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેને પગલે હવે વન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી. આ સીટ પર ત્રીપાંખિયો જંગ ખેલાય તેવી સંભાવનાઓ વચ્ચે ચૈતર વસાવા હવે ભરાયા છે કારણ કે આ બિનજામીનપાત્ર ગુનો છે. ફરિયાદ નોંધાયા બાદ આપમાં પણ હડકંપ મચી ગયો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વન વિભાગ તેમજ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત આદિવાસી પરિવારોને જંગલની જમીન ખેડવા માટે આપવામાં આવતી હોય. જેની ઉપર માલેતુજારો દ્વારા ગેરકાયદેસર કબજો કરી અથવા ગરીબ અને અભણ આદિવાસી ને થોડા ઘણા રૂપિયાની લાલચ આપી જમીન પોતાના માણસો પાસે ખેડવાનું શરૂ કરવામાં આવે છે. હજારો એકર જમીનો ભરૂચ લોકસભા આદિવાસી વિસ્તારના જંગલોમાં આવેલી છે. એની ઉપર ખોટી રીતે કબજો કરી અને ધાકધમકી આપી ખેડવાનું શરૂ કરી દેવામાં આવે છે. તેમાંથી નીકળતા પાક અથવા ખેતીની ઉપજ આદિવાસીના હાથમાં નહીં પરંતુ આવા અસામાજિક તત્વો પોતાના ખિસ્સામાં નાખી દેતા હોઈ છે. છેલ્લા ઘણા દશકાઓથી વર્ષથી આજ પરંપરા ચાલતી આવી છે.

આ મુદ્દા પર ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા જેઓ છ ટર્મથી ભરૂચ ની બેઠક પર આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે. અવારનવાર તેઓ દ્વારા આદિવાસીઓના શોષણ અંગે જાહેરમાં રોષ ઠલવાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખોટી રીતે હેરાન કરવાનું કાવત્રુ ભાજપે કર્યું છે. જેની સામે મજબૂતાઈથી લડવામાં આવશે. ચૈતર ભાઈને ખોટી રીતે હેરાન કરવા અને એમના પરિવારને પણ પરેશાન કરવાનું ભાજપને ભારે પડશે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ જંગલની જમીનો ખેડાણ મામલે વન વિભાગના અધિકારીઓ સામે બોલાચાલી થઈ હતી. વન વિભાગ દ્વારા ધારાસભ્ય ઉપર ફરિયાદ દાખલ કરાતા ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ઉમેદવારી કરવાની સંભાવના વચ્ચે આ મામલો હવે ભરૂચ જિલ્લામાં તુલ પકડે તો નવાઈ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ૧ વર્ષમાં ૧૮૨૦ ગૃહિણીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું
Next articleબિઝનેસમેનના ખર્ચે હોટલમાં સેક્સલીલા અને પછી બ્લેકમેલિંગની વાર્તા શરૂ