Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૦૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૦૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

39
0
"Generic complex chart, could be a financial diagramSimilar images:"

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૨.૧૧.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૩૫૯૧.૩૩ સામે ૬૪૦૩૩.૪૦   પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૩૮૧૫.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૭.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૯.૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૪૦૮૦.૯૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૦૬૦.૨૫ સામે ૧૯૨૦૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૧૪૦.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૦.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૯.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૨૪૯.૩૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

સપ્તાહના ચોથા દિવસે બે દિવસની નબળાઈ બાદ ગુરુવારે શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.BSE સેન્સેક્સ ફરી એકવાર ૬૪,૦૦૦ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરવામાં સફળ રહ્યો છે જ્યારે નિફ્ટી ૧૯,૪૫૦ ના સ્તરને પાર કરીને બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ૧૮૯ પોઈન્ટના વધારા સાથે ૧૯,૨૪૯ના સ્તર પર બંધ થયો છે.ગુરુવારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો BSE સેન્સેક્સ ૪૯૦ પોઈન્ટના વધારા સાથે ૬૪૦૮૦.૯૦ ના સ્તર પર બંધ થયો હતો.ગૌતમ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.૨૨૮ કરોડ હતો.વર્ષ દર વર્ષના આધાર પર ૫૧%ની નબળાઈ રહી છે.ગુરુવારે શેરબજારના કારોબારમાં, નિફ્ટી મિડકેપ ૧૦૦,બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી બેંક સહિત તમામ સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો છે.સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ સતત તેજીનો  વેપાર હળવો કર્યા સાથે ઉછાળે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓએ મંદીનો વેપાર હળવો કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. ફંડોની રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. 

BSE સેન્સેક્સ પેકમાં શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, ઇન્ડસઇન્ડ બેન્ક અને એપોલો હોસ્પિટલજેપી એસોસિએટ્સ, દાવત, જેકે ટાયરના શેરનો સમાવેશ થાય છે, આઇડિયા, જેપી પાવર, આરઇસી લિમિટેડ સુઝલોન અને અદાણી પાવરના શેર ગુરુવારના ટ્રેડિંગમાં વોલ્યુમની દ્રષ્ટિએ ટોચના ટર્નઓવરમાં સામેલ હતા. BSE સેન્સેક્સ પેકમાં શેરબજારમાં જે શેરોમાં નબળાઈ જોવા મળી હતી તેની વાત કરીએ તો તેમાં હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો અને બજાજ ફાઈનાન્સના શેરનો સમાવેશ થાય છે.જ્યારે ટોપ લુઝર્સમાં સૂર્યા રોશની, જીએમડીસી લિમિટેડ, કોટક બેંક અને દીપક ફર્ટિલાઇઝરના શેરનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૫ અને વધનારની સંખ્યા ૨૩૧૨ રહી હતી,૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૨૦% અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૯૭% નો ઉછાળો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન વધવા સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના નિષ્કર્ષ પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડોએ સતત નફારૂપી વેચવાલી કરી હતી.ભારતીય શેર બજારોમાં પાછલા સપ્તાહમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્વના નામે મોટાપાયે ઓવરબોટ પોઝિશન ફંડો, ખેલંદાઓએ ખંખેરીને અપેક્ષિત મોટું કરેકશન-ઘટાડો આપ્યો છે.વૈશ્વિક બજારોમાં પણ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્વ મામલે અનિશ્ચિતતાની સ્થિતિ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ વર્ષ ૨૦૦૭ બાદ પ્રથમ વખત પાંચ ટકાની ઊંચી સપાટીએ પહોંચી જવા, ચાઈનાના સ્ટીમ્યુલસ પગલાં કારગત નીવડવા વિશે આશંકા સાથે સંકટના નવા નવા ફણગાં ફૂટી રહ્યા હોઈ અનિશ્ચિતા કાયમ રહેતાં સાવચેતીમાં વૈશ્વિક નરમાઈ જોવાઈ છે. વૈશ્વિક ટેક જાયન્ટ એમેઝોન, ઈન્ટેલ પ્રેરિત કંપનીઓના પરિણામો સારા રહેતાં એક તરફ નાસ્દાકમાં તેજીની રિલીઝ રેલી જોવાયા સામે ન્યુયોર્ક શેર બજારમાં સતત ધોવાણ થઈ રહ્યું છે. યુરોપના બજારો પણ સપ્તાહના અંતે નરમાઈ તરફી રહ્યા છે.વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે હવે આગામી સપ્તાહમાં યુ.એસ.ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગ બાદ અને ૩,નવેમ્બરના સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક પર નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field