Home ગુજરાત વડોદરામાં મહાનગરપાલિકાની તિજોરીમાં આવક ઘટતા મિલકતોના બાકી વેરાની વસૂલાત માટે ખાસ ટીમ...

વડોદરામાં મહાનગરપાલિકાની તિજોરીમાં આવક ઘટતા મિલકતોના બાકી વેરાની વસૂલાત માટે ખાસ ટીમ તૈયાર

405
0

(S.yuLk.yuMk)વડોદરા,íkk.08
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ વિસ્તારમાં બાકી વેરાની વસૂલાત માટે ટીમો તૈયાર કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 50 હજારથી એક લાખ સુધીના બાકી વેરાની વસુલાત સાથે મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મહાનગરપાલિકાની તિજોરીમાં આવક ઘટતા હવે મિલકતોના બાકી વેરા વસૂલાત માટે ખાસ ટિમ તૈયાર કરી વસુલાત શરૂ કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારમાં વોર્ડ ઓફિસર, રેવન્યુ વિભાગના અધિકારી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ટીમ દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત શરૂ કરવામાં આવી છે. પાલિકાના લગભગ 90 કરોડના બાકી વેરાની વસુલાતના ટાર્ગેટ સાથે મિલકતોને સીલ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આજે સવારથી જ શરૂ થયેલી આ કામગીરીમાં રૂપિયા 50 હજારથી એક લાખ સુધીના બાકી વેરાની વસૂલાત માટે પાલિકાની ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરાઇ હતી. શહેરના વહીવટી વોર્ડ નં-૧ ખાતે પાલિકા દ્વારા ૩૦ જેટલી મિલકતોને સીલ મારી અને ત્રણ લાખ રૂપિયા જેટલો મિલકતવેરો સ્થળ પર જ વસૂલ કર્યો હતો.જ્યારે અન્ય વિવિધ વોર્ડમાં પણ આશરે 200 દુકાનો અને 350 જેટલી કોમર્શિયલ મિલકતો સીલ કરવામા આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંજય લીલાનો આભાર વ્યક્ત કરી રહી છે અનુપ્રિયા
Next articleસુરતમાં તસ્કરોનો તરખાટ: 5 મકાન સહિત એટીએમ તોડ્યું