(જી.એન.એસ.)કેપટાઉન .તાં.૧
સાઉથ આફ્રિકામાં શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની સિરિઝ પહેલાં જ ટીમ ઇન્ડિયાને આંચકો લાગ્યો છે. 5 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી કેપટાઉન ટેસ્ટ માંથી ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બહાર થઇ ગયો છે. ધવન ઇજાગ્રસ્ત હોવાના કારણે પહેલી ટેસ્ટમાં નહી રમી શકે. ધવન પહેલી ટેસ્ટમાં નહી રમી શકે તેથી કેએલ રાહુલ, મુરલી વિજય સાથે ઓપનિંગ કરતો જોવા મળે તેવી શક્યાતા છે.
ધવનની ઇજા ટીમ મેનેજમેન્ટ માટે પહેલાથી જ માથાના દુખાવા સમાન હતી. સાઉથ આફ્રિકા માટે રવાના થતાં પહેલા જ ધવનને હોટલમાં લંગડાતા જોવામાં આવ્યો હતો. તેની ડાબી એડીમાં પાટો બાંધેલો હતો અને ફિઝિયો પેટિક ફરહાર્ટ તેની સારસંભાળ લઇ રહી હતી. શિખરનું એમઆરઆઇ સ્કેન પણ કરાવવામાં આવ્યું હતું.
ધવન પાછલાં કેટલાંક સમયથી ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તે પછી જ તેણે ફોર્મ જાળવી રાખ્યું છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરિઝના ત્રીજા અને અંતિમ મેચમાં વિશાખાપટ્ટનમમાં અણનમ રહેતાં શાનદાર સદી ફટકારી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.