(G.N.S) dt. 19
અમદાવાદ
ગુજરાતના 12 જિલ્લાના સેંકડો ગામોએ અગાઉ ક્યારેય ન જોવા મળી હોય તેવી સામાજિક હેતુ માટે એકજૂટ થઈ સરકારના નિર્દેશ હેઠળ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોએ બાળ લગ્નને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સપ્તાહની શરૂઆતમાં, વિવિધ સરકારી વિભાગોએ અધિકારીઓ અને અન્ય સ્ટેકહોલ્ડરને ‘બાળ લગ્ન મુક્ત ભારત’ અભિયાનમાં સંપૂર્ણ ભાગીદારી કરવા પત્ર લખ્યો હતો, તેમજ ગુજરાતને બાળ લગ્ન મુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પોલીસ સ્ટેશનોથી લઈને કોર્ટરૂમ્સ, પંચાયતો અને સામુદાયિક કેન્દ્રો સુધી નાના બાળકોથી માંડી બાળ લગ્નનો ભોગ બનતાં બચી ગયેલી વૃદ્ધ મહિલાઓ સહિત સમગ્ર દેશની કરોડો જનતા આ અભિયાનમાં જોડાઈ હતી. બાળ લગ્ન નાબૂદ કરવાના સંકલ્પો અંગે જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો.
ભારતને 2030 સુધી બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન 300થી વધુ જિલ્લાઓમાં મહિલા કાર્યકરો અને 160 નાગરિક સમાજ સંગઠનોની આગેવાની હેઠળનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે.
આ કાર્યક્રમના આયોજન દરમિયાન રાજ્યભરમાં બાળ લગ્ન વિરૂદ્ધ નાબૂદીનો ઉત્સવ અને ઉજવણી માહોલ જોવા મળ્યો હતો. જુસ્સા અને મજબૂત પ્રતિબદ્ધતા સાથે લોકોએ બાળ લગ્નનો ભોગ બનતાં અટકી હોય તેવી મહિલાઓની આગેવાની હેઠળ મોડી સાંજે કેન્ડલ માર્ચ કરી હતી. ગુજરાતમાં બાળ લગ્ન માટે કોઈ સ્થાન નથી તેવા સંદેશ સાથે સમાજના તમામ વર્ગના જૂથની ભાગીદારી જોવા મળી હતી.
યુનિસેફના અંદાજ મુજબ, જો વર્તમાન દરે બાળ લગ્નનું પ્રમાણ જળવાઈ રહેશે, તો ભારતભરમાં 2050 સુધી લાખો બાળકીઓને બાળ લગ્નો માટે ફરજ પાડવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ગત સપ્તાહે બાળ અધિકાર કાર્યકર અને વકીલ ભુવનરિભુ દ્વારા લિખિત એક નવું પુસ્તક ‘વ્હેન ચિલ્ડ્રન હેવ ચિલ્ડ્રન: ટીપીંગ પોઈન્ટ ટુ એન્ડ ચાઈલ્ડ મેરેજ’ બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં 2030માં જ બાળ લગ્ન નાબૂદીના લક્ષ્યાંકને હાંસલ કરવાની બ્લુપ્રિન્ટ દર્શાવવામાં આવી છે, અને તેણે આશાનું નવુ કિરણ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કામ કરતી એનજીઓનું જોડાણ કરતી એક વ્યૂહરચના તૈયાર કરી છે.
બાળ લગ્નની વાસ્તવિકતા અને તેના પરિણામોને અલગ પાડતા પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, “બાળ લગ્ન એ બાળ બળાત્કાર છે. તેમાં નાની વયે બાળકીઓ ગર્ભવતી બને છે, અપૂરતા વિકાસ અને કુપોષણના લીધે બાળ મૃત્યુની સાથે માતાના મૃત્યુના કેસો વધી શકે છે.”
કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન (KSCF)ના કન્ટ્રી હેડ રવિ કાંતે જણાવ્યું હતું કે, “બાળ લગ્ન આપણા સામાજિક માળખામાં યુગોથી વણાયેલું છે અને તે અપરાધ હોવા છતાં, બાળ લગ્નો બંધ થયા નથી. જો કે, સમાજના તમામ વર્ગો તરફથી અપાર અને અભૂતપૂર્વ સમર્થન જોઈને, મને લાગે છે કે ભારત ઈતિહાસ રચવાના એરણ પર છે. આ ચળવળ જંગલની આગની જેમ ફેલાઈ રહી છે અને રાજ્ય સરકારો દ્વારા દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા સાથે, આપણા બાળકો આખરે એવા દેશમાં વિકાસ પામી શકે છે જ્યાં તેમના અધિકારોની ખાતરી અને રક્ષણ કરવામાં આવે છે. તે પ્રશંસનીય છે કે તમામ રાજ્યોમાં સરકારો બાળ લગ્નને સમાપ્ત કરવાના મિશન પર છે અને સમગ્ર કારણને નવી ગતિ અને આત્મવિશ્વાસ આપે છે, ”
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-V (NFHS 2019-21) અહેવાલમાં દર્શાવ્યું છે કે, રાષ્ટ્રીય સ્તરે 20-24 વર્ષની વયજૂથની 23.3% મહિલાઓના 18 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા લગ્ન કરી દેવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ પ્રકારના 21.8 ટકા કેસો નોંધાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.