Home ગુજરાત ગાંધીનગર ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર તાલુકાના ગામોમાંથી એકત્રિત કરાયેલી માટીને...

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર તાલુકાના ગામોમાંથી એકત્રિત કરાયેલી માટીને અમૃત કળશ યાત્રા થકી તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવી

32
0

(G.N.S) dt. 19

ગાંધીનગર,

ગાંધીનગર તાલુકાના ૫૮ ગામોમાંથી એકત્રિત કરાયેલી આ માટીને દિલ્હીના કર્તવ્યપથ ખાતે નિર્માણ પામનાર અમૃત વાટિકામાં લઈ જવાશે

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર તાલુકાના ૫૮ જેટલા ગામોમાંથી એકત્રિત કરાયેલી માટીને અમૃત કળશ યાત્રા યોજીને તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવી હતી. ગાંધીનગર તાલુકાના ગામોમાંથી એકત્રિત કરાયેલી આ માટીને દિલ્હીના કર્તવ્યપથ ખાતે લઈ જઇ અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે.
ગાંધીનગરના સેક્ટર-12ના ઉમિયા માતાના મંદિર ખાતેથી અમૃત કળશ યાત્રા શરુ કરાઇ હતી. કળશ યાત્રામાં તમામ ગામોની માટીના અમૃત કળશને તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા તેમજ આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજવા માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં ગામડે ગામડે સ્થાનિક કાર્યક્રમો અને માટીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશભરના ગામડાઓમાંથી માટી એકઠી કરીને તાલુકામથકે એકત્રિત કરવામાં આવી રહી છે. જેને દિલ્હીના કર્તવ્યપથ ખાતે નિર્માણ પામનાર અમૃતવાટિકામાં ભેળવી દેવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ તો બનશે જ સાથે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે આપણા સૌની સાચી શ્રદ્ધાંજલિ હશે.

ગાંધીનગર તાલુકાના 58 ગામોની અમૃત કળશ યાત્રાનો આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અમૃત કળશ યાત્રામાં બાંધકામ સમિતિના ચેરમેન ભરતસિંહજી ઠાકોર, ૫૮ ગામના સરપંચો, તલાટી કમ મંત્રીઓ, એન.એસ.જી કમાન્ડો, બી.એસ.એફના જવાનો પોલીસ કર્મચારીઓ ઉપરાંત નહેરુ યુવા કેન્દ્રના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રને કચડ્યું, ન્યૂઝીલેન્ડે સતત ચોથો વિજય પ્રાપ્ત કર્યો
Next articleરાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવાશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી