રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૧.૧૦.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૬૦૭૯.૩૬ સામે ૬૬૩૭૬.૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૬૨૯૯.૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૨.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૩.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૬૪૭૩.૦૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૭૩૮.૧૦ સામે ૧૯૭૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૭૮૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૩.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૮૫૧.૮૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
સકારાત્મક ગતિ ચાલુ રાખતા, બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો કારણ કે વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક વલણોએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો હતો.ઈઝરાયેલ પર હમાસનો આતંકી હુમલો અને ઈઝારાયેલે વળતાં પ્રહારમાં ગાઝા પટ્ટી કબજે લેવા શરૂ કરેલા મહા ઓપરેશનને લઈ મિડલ ઈસ્ટ યુદ્વમાં ધકેલાવાના સંકેતે વૈશ્વિક બજારોમાં ધોવાણ બાદ ચાઈના અને અમેરિકી ફેડરલ રિઝર્વના સંકેતે ઉડાઉડ અટકી વૈશ્વિક શેર બજારોમાં તોફાની તેજી જોવાઈ હતી. ચાઈના પ્રોપર્ટી માર્કેટના મહાસંકટમાંથી બહાર આવવા મથી રહ્યું હોઈ મેગા સ્ટીમ્યુલસ પેકેજ અનિવાર્ય બની ગયું હોઈ એનો ચાઈનાએ સંકેત આપતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વના અધિકારીઓએ વ્યાજ દરમાં હવે વધારો નહીં કરવા તરફી સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજી આવી હતી.સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં વેલ્યુબાઈંગ સાથે મોટી ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી.
સેન્સેક્સ ૩૯૪ પોઈન્ટ વધીને બંધ થયો, જ્યારે નિફ્ટી ૧૯૮૫૧આસપાસ બંધ થયો. જેકે ટાયર, હીરો મોટોકોર્પ, વોડાફોન, વિપ્રોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ HDFC બેન્ક અને કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીએ તેજી જોવા મળી હતી.જ્યારે ICICI પ્રુડેન્શિયલ અને બેન્ક ઓફ બરોડાના શેરમાં ઘટાડો નોંધાયો હતો. બુધવારે જાપાન, ચીન અને હોંગકોંગ સહિત અન્ય એશિયન બજારોમાં તેજી સાથે કારોબાર થયો હતો, જેના કારણે ભારતીય સ્થાનિક શેરબજારમાં તેજ રહ્યું હતું.તે જ સમયે, નિફ્ટી બેન્ક અને નિફ્ટી મિડકેપ 100 વધી રહ્યા હતા, જ્યારે નિફ્ટી આઈટી લાલ નિશાનમાં બંધ થયો હતો.
BSE સેન્સેક્સ જેકે ટાયર ૧૪.૧૬%ના વધારા સાથે ટોપ ગેઇનર્સ શેર્સમાં જોડાયો.મિશ્રા ધાતુ ૧૨.૦૨%, ઓમેક્સ ૯.૯૮%, વોડાફોન ૭.૨૩%, વેસ્લાપન ઈન્ડિયા ૬.૦૫%, એલેમ્બિક ફાર્મા સ્ટોક ૫.૬૫% વધ્યો. તે જ સમયે, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન ૪.૯૯% ઘટીને ટોપ લૂઝર શેરમાં સામેલ થયા હતા. બેંક ઓફ બરોડા ૩.૩૧%, ઈન્ફીબીમ એવેન્યુ ૨.૯૨%, ICICI પ્રુડેન્શિયલ ૨.૮૨% અને JSW એનર્જીનો શેર ૨.૭૪% ઘટ્યો.
સેન્સેક્સ,નિફટી બેઝડ ફંડોની સાધારણ તેજી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઉછાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૯ અને વધનારની સંખ્યા ૨૩૪૯ રહી હતી,૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૭૭% નો ઉછાળો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વના માથે ફરી જીઓપોલિટીકલ ટેન્શન સર્જાયું છે.ઈઝારાયેલ-પેલેસ્ટાઈન યુદ્વના સંજોગોમાં જીઓપોલિટીકલ ટેન્શન,વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા સહિતના પરિબળો વચ્ચે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી સ્પોટ તેજી મંદી વચ્ચે ફંગોળાતા જોવાઈ શકે છે. ઈઝારાયેલના ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનના આતંકીઓ દ્વારા ૫૦૦૦ રોકેટના વિવિધ શહેરોમાં મારો ચલાવાતાં અનેક નાગરિકોના મોત થવા સાથે ઈઝારાયેલ દ્વારા હમાસ સામે યુદ્વ જાહેર કરવામાં આવતાં હવે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્વના એંધાણ વચ્ચે વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જો આ ઘટના મોટા જીઓપોલિટીકલ ટેન્શનમાં પરિણમશે તો બજારમાં મોટા કડાકા-ભડાકા બોલાઈ શકે છે. જેની અસરમાંથી ભારતીય શેર બજારો પણ બાકાત રહી શકશે નહીં.બીજી તરફ વિશ્વ પહેલા જ આર્થિક અનિશ્ચિતતાના નવા સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકામાં શટડાઉનની કટોકટીને હાલ તુરત ટાળવામાં આવ્યા છતાં રોજગારીમાં વૃદ્વિ અને બોન્ડ યીલ્ડ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચવા, ચાઈનામાં પ્રોપર્ટી ક્ષેત્રે સંકટ પાછળ હજુ આર્થિક અનિશ્ચિતતા કાયમ હોવા સાથે વિશ્વના માથે જીઓપોલિટીકલ ટેન્શન હવે વૈશ્વિક બજારોને ડામાડોળ કરી શકે છે. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તેમ જ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.