(GNS),07
આજથી બરાબર 22 વર્ષ પહેલાં વર્ષ 2001માં નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એ દિવસ હતો 7 ઑક્ટોબર 2001, રવિવાર. જી હા,,, નરેન્દ્ર મોદીએ તારીખ 7 ઑક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર સત્તાનું સુકાન સંભાળ્યું હતું. હેડ ઑફ ગવર્નમેન્ટ તરીકે નરેન્દ્ર મોદીએ સુશાસનનાં આજે 22 વર્ષ પૂર્ણ કર્યાં છે. વર્ષ 2001માં તેઓ પહેલીવાર CM બન્યા બાદ બીજા જ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી અને ભાજપને 127 બેઠકો જીતાડીને 2002માં બીજી વાર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. આ પછી વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો જીતાડીને નરેન્દ્ર મોદી ત્રીજી વાર ગુજરાતના સીએમ બન્યા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો જીતાડીને ચોથીવાર નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2014માં ભાજપે નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કર્યા અને દેશવાસીઓએ પ્રચંડ બહુમતી આપીને 282 બેઠકો સાથે કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવી. જેથી નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર દેશના પીએમ બન્યા. આ પછી 2019ની લોકસભા ચૂંટણીમાં દેશવાસીઓએ ફરી એકવાર નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂક્યો અને જનતાએ 303 બેઠકો આપી. પરિણામે નરેન્દ્ર મોદી બીજી વાર 2019માં દેશના પ્રધાનમંત્રી બન્યા. આમ લગભગ 12 વર્ષ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને છેલ્લાં 10 વર્ષથી તેઓ દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કરી રહ્યા છે. દુનિયાના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સક્રિય રાજકારણમાં 22 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઑક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધુરા સંભાળ્યા બાદ તેમણે પહેલાં ગુજરાતના અને પછી દેશના રાજકારણને એક નવી દિશા આપી છે. તેમના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશમાં એવાં ઐતિહાસિક કાર્યો થયાં છે જેને આવનારી પેઢીઓ સદીઓ સુધી યાદ રાખશે. 2001માં મોદી CM બન્યા ત્યારે લોકો કહેતા સાંજે વાળુ ટાણે વીજળી આપજો. 7 ઑક્ટોબર 2001ના રોજ CM બન્યા બાદ મોદીએ વીજળીના મુદ્દાને ગંભીરતાથી લીધો. 2001માં ગામે ગામ 24 કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો. 2001માં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો.
નરેન્દ્ર મોદીએ વર્ષ 2005-06માં જ્યોતિગ્રામ યોજના શરૂ કરાવી. નરેન્દ્ર મોદીએ ખેતીની વીજળી માટે અલગ ફીડર અને ઘર માટે અલગ ફીડર કરાવ્યાં. નરેન્દ્ર મોદીએ GEBને 7 હિસ્સામાં વહેંચીને ડીસેન્ટ્રલાઈઝ કર્યું. 1879 થી વધુ જ્યોતિગ્રામ ફીડર અને 5 હજારથી વધુ કૃષિ ફીડરની સ્થાપના કરી. લગભગ 19 હજાર ટ્રાન્સફોર્મર અને 17 લાખથી વધુ વીજપોલ લગાવ્યા. દેશમાં પાવરગ્રીડનું નિર્માણ કરનારું પહેલું રાજ્ય બન્યું ગુજરાત. નરેન્દ્ર મોદીએ સમયને પારખીને રિન્યુએબલ ઊર્જાને મહત્વ આપ્યું. વર્ષ 2011માં તે વખતે દેશનો સૌથી મોટો 215 મેગાવૉટનો ચારણકા સોલાર પાર્ક સ્થાપ્યો. રાધાનેસડામાં 700 મેગાવૉટનો સોલાર પાર્ક પણ સ્થાપ્યો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં વીજળી ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બન્યું. સોલાર રૂફટોપમાં સમગ્ર દેશમાં ગુજરાતને નંબર 1 રાજ્ય બનાવ્યું. 31 જુલાઈ 2023 સુધી ગુજરાતમાં સોલાર રૂફટોપથી 2842 મેગાવૉટ વીજ ઉત્પાદન કરાવ્યું. ગુજરાતમાં 40,000 કિલોમીટરથી વધુ ગેસ પાઈપલાઈનનું નેટવર્ક સ્થાપ્યું. 2001માં નરેન્દ્ર મોદી CM બન્યા ત્યારે સ્કૂલ ડ્રૉપઆઉટ રેશિયો ખૂબ ઊંચો હતો. દીકરીઓનું શિક્ષણ ગુજરાતમાં સૌથી મોટી ચિંતાનો વિષય હતો. 2003માં નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. ગામે ગામ જઈને શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. 2001માં ગુજરાતમાં સ્કૂલ ડ્રૉપઆઉટ રેશિયો 37% હતો તે આજે 2%થી નીચે આવી ગયો. યુવાઓને ઉચ્ચ શિક્ષણની તકો માટે નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરી. 2001માં 14 યુનિવર્સિટીઓ હતી, તે વધીને 108 યુનિવર્સિટીઓ થઈ છે. 2001માં ગુજરાતના વિદ્યાર્થીઓ મેડિકલ-એન્જિનિયરિંગ માટે બીજાં રાજ્યોમાં જતા હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની સંખ્યા વધારી. એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા 26 હતી તે વધારીને 133 કરી. મેડિકલ કોલેજોમાં બેઠકોની સંખ્યા 1375 હતી તે વધારીને 6800 કરી. યુવાઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ મિશન શરૂ કરીને ઉદ્યોગો સાથે જોડાણ કર્યું. ગુજરાતના યુવાઓનો રમતગમતમાં રસ વધે તે માટે ખેલ મહાકુંભની શરૂ કરાવ્યો. વર્ષ 2003માં નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી. ગુજરાત વાઈબ્રન્ટ સમિટની સફળતા દેશનાં અન્ય રાજ્યો માટે પ્રેરક બની. ઉદ્યોગો માટે SEZ, ઈન્ડસ્ટ્રીઝ પોલિસી અને ટેક્સટાઈલ પોલિસી અમલમાં મૂકી. ગુજરાતમાં ગિફ્ટ સિટી અને ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ શરૂ કર્યા. દેશના GDPમાં 8 ટકા ગુજરાતનું યોગદાન છે. 2016-17થી સતત ચોથી વાર ઔદ્યોગિક ઉત્પાદનમાં નંબર 1 બન્યું. દેશનાં કુલ 28,479 કારખાનાંમાંથી 11.6% સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ફોર્ચ્યુન 500 ગ્લોબલ કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં અનેક મલ્ટિનેશનલ કંપનીઓની ઑફિસો કાર્યરત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.