Home Uncategorized નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

40
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૮.૦૯.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૬૧૧૮.૬૯ સામે ૬૬૪૦૬.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૫૪૨૩.૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૯૮૨.૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૦.૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫૫૦૮.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૮૨૮.૯૦ સામે ૧૯૮૬૦.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૬૧૦.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૦.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૩.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૬૫૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતોની અસર ગુરુવારે ભારતીય સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી હતી. ઉંચા વ્યાજદર અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોના ડરને કારણે ગુરુવારે વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ જોવા મળી હતી, જેની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી અને શરૂઆતી ઉછાળો મેળવ્યા બાદ પણ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા.ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે સરકારી ઓઈલ કંપની ઓઈલ ઈન્ડિયાના શેર ૨% વધ્યા હતા, જ્યારે ઈન્સ્યોરન્સ કંપની ICICI લોમ્બાર્ડના શેરને ભારતના ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કારણ બતાવો નોટિસ મળ્યા બાદ ૨% ઘટી હતી. સેન્સેક્સ ૬૧૦.૩૯ પોઈન્ટ અથવા ૦.૯૨% ઘટીને ૬૫૫૦૮.૩૨ પર બંધ થયો.NSE નિફ્ટી ૧૭૩.૯૦ પોઈન્ટ અથવા ૦.૮૮% ​​ના ઘટાડા પછી ૧૯૬૫૫.૦૦ ના સ્તર પર બંધ થયો.

BSE સેન્સેક્સ પર લાર્સન ટુબ્રો ૨.૧૪% મજબૂત થઈને બંધ થયો હતો.ભારતી એરટેલ, પાવરગ્રીડ, એક્સિસ બેંક, એનટીપીસી અને એસબીઆઈના શેરમાં નજીવો વધારો નોંધાયો હતો.જયારે બીજી તરફ BSE સેન્સેક્સ પર ટેક મહિન્દ્રાનો શેર ૪.૨૨% ઘટ્યો હતો. એ જ રીતે એશિયન પેઇન્ટના શેરમાં ૩.૬૬%અને વિપ્રોના શેરમાં ૨.૧૭%થી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા.આ સિવાય ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક,ટાટા સ્ટીલ,ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન, ઈન્ફોસીસ, એચસીએલ ટેક, એનટીપીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેર ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ,નિફટી બેઝડ ફંડોની મંદી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૯ અને વધનારની સંખ્યા ૧૬૧૪ રહી હતી,૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૪% નો ઘટાડો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો, એક તરફ જ્યાં કેનેડા અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ વધતી જઈ રહી છે ત્યારે બીજી બાજુ શેરબજારમાં કડાકાનો દોર યથાવત્ રહ્યો છે.બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર વાટાઘાટ પણ આ તણાવના કારણે પડીભાંગતા વિદેશી રોકાણ પર અસર થવાની ભીતિ સાથે ક્રુડ ઓઈ લના વધતાં ભાવ અને ઘર આંગણે  અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડીને ઓલ ટાઈમ તળીયે આવી જવાની  અસર સાથે ક્રુડ ઓઈલની નિકાસ પર ડયુટીમાં વધારો કરતાં અને બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો હોઈ ભારતનો આયાત ખર્ચ બોજ વધશે.ચૂંટણીના દિવસોમાં અત્યારે સરકાર માટે પેટ્રોલ, ડિઝલના ભાવ વધારો કરવાનું મુશ્કેલ બનવાની શકયતાએ આર્થિક ભીંસ વધવાના નેગેટીવ પરિબળે બજારો પર અસર થઈ શકે છે.આગામી દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આંચકા સાથે પ્રોફિટ બુકિંગ થતું જોવાઈ શકે છે.આ સાથે ચાઈનામાં સ્ટીમ્યુલસ પગલાં વચ્ચે કોઈ નવી કટોકટી સર્જાવાનો ભય અને પ્રોપર્ટી ક્ષેત્રે કટોકટીની વિશ્વ પર અસર મહત્વના પરિબળો રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field