રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૨.૦૯.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૬૨૩૦.૨૪ સામે ૬૬૨૧૫.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૫૯૫૨.૮૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૨.૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૧.૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૬૦૦૯.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૭૭૮.૭૦ સામે ૧૯૭૫૦.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૬૯૦.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૩.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૭૦૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારો સતત ચોથા સત્રમાં ઘટાડા સાથે બંધ થયા હતા.BSE સેન્સેક્સ ૨૨૧.૦૯ પોઈન્ટ ઘટાડા સાથે ૬૬૦૦૯.૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.એ જ રીતે NSE નિફ્ટી ફ્યુચર ૭૩.૭૦ પોઈન્ટ ઘટાડા સાથે ૧૯૭૦૫.૦૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર, વિપ્રો અને ડૉ. રેડ્ડીઝના શેર બે ટકાથી વધુના નુકસાન સાથે બંધ થયા હતા. તે જ સમયે, ઇન્ડસઇન્ડ બેંક અને મારુતિના શેર બે ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. આ ટ્રેડિંગ સપ્તાહમાં બજારને છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ સાપ્તાહિક નુકસાન થયું છે. આ રીતે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી બજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ અટકી ગયો અને સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ ૩-૩% નો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં ૩%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, આ ટ્રેડિંગ સપ્તાહમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ માં લગભગ ૨%નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.PSU બેન્ક ઇન્ડેક્સ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ રહ્યા હતા.
BSE સેન્સેક્સ પર સેન્સેક્સ ઇન્ડસઇન્ડ બેન્ક અને મારુતિના શેર ૨-૨% થી વધુના વધારા સાથે બંધ થયા છે.આ સિવાય SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ અને ટેક મહિન્દ્રાના શેર ૧%થી વધુના વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ, એચયુએલ અને એક્સિસ બેંક શેર ઉછાળા સાથે બંધ થયા હતા.જયારે બીજી તરફ BSE સેન્સેક્સ પર વિપ્રોના શેરમાં સૌથી વધુ ૨.૩૬%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય એચડીએફસી બેંક, પાવરગ્રીડ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈટીસીના શેર એક-એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા.આ સિવાય ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક,ટાટા સ્ટીલ,ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન, ઈન્ફોસીસ, એચસીએલ ટેક, એનટીપીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેર ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ,નિફટી બેઝડ ફંડોની સાધારણ મંદી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૭ અને વધનારની સંખ્યા ૧૭૭૭ રહી હતી,૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૭% નો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો, ક્રુડ ઓઈલની નિકાસ પર ડયુટીમાં વધારો કરતાં અને બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો હોઈ ભારતનો આયાત ખર્ચ બોજ વધશે.ચૂંટણીના દિવસોમાં અત્યારે સરકાર માટે પેટ્રોલ, ડિઝલના ભાવ વધારો કરવાનું મુશ્કેલ બનવાની શકયતાએ આર્થિક ભીંસ વધવાના નેગેટીવ પરિબળે બજારો પર અસર થઈ શકે છે.આગામી દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આંચકા સાથે પ્રોફિટ બુકિંગ થતું જોવાઈ શકે છે.આ સાથે ચાઈનામાં સ્ટીમ્યુલસ પગલાં વચ્ચે કોઈ નવી કટોકટી સર્જાવાનો ભય અને પ્રોપર્ટી ક્ષેત્રે કટોકટીની વિશ્વ પર અસર મહત્વના પરિબળો રહેશે.એક તરફ જ્યાં કેનેડા અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ વધતી જઈ રહી છે ત્યારે બીજી બાજુ શેરબજારમાં કડાકાનો દોર યથાવત્ રહ્યો છે.બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર વાટાઘાટ પણ આ તણાવના કારણે પડીભાંગતા વિદેશી રોકાણ પર અસર થવાની ભીતિ સાથે ક્રુડ ઓઈ લના વધતાં ભાવ અને ઘર આંગણે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડીને ઓલ ટાઈમ તળીયે આવી જવાની અસર સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની ચાલુ સપ્તાહમાં મીટિંગ પર નજરે સાવચેતીમાં ફંડો શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.