(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ અને તેમના પરિજનોની મુલાકાત દરમિયાન જે હરકત કરવામાં આવી તેને લઈને સમગ્ર ભારતમાં પાકિસ્તાન વિરૂદ્ધ રોષ છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતાએ આ મામલે બળતમાં ઘી હોમવાનું કામ કર્યું છે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલે જાધવ સાથે પાકિસ્તાનના વલણને યોગ્ય ગણાવ્યું છે. ભાજપએ આ નિવેદનની ટીકા કરી હતી. વિવાદ વધતા અગ્રવાલે સ્પષ્ટતા કરી હતી.
નરેશ અગ્રવાલે કહ્યું છે કે, જો તેમણે (પાકિસ્તાન) કુલભૂષણ જાધવને આતંકવાદી માન્યો છે, તો તેઓ તે માફક વ્યવહાર કરશે. તેમણે એમ પણ કહ્યું કે, જો ભારતમાં કોઈ આતંકવાદી હોય, તો તેની સાથે પણ આ પ્રકારનો જ વ્યવહાર કરવો જોઈએ. સમાજવાદી પાર્ટીના નેતાએ ઉમેર્યું હતું કે પાકિસ્તાનની જેલોમાં સેંકડો ભારતીયો કેદ છે, તેમની પણ વાત થવી જોઈએ, માત્ર જાધવની જ નહીં. આ વિવાદાસ્પદ નિવેદન બદલ ભાજપે નરેશ અગ્રવાલ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે નરેશ અગ્રવાલના નિવેદનને આધાર બનાવી યૂપીએ સરકારને ઘેરી હતી. જીવીએલએ ટ્વિટ કરી લખ્યું – આ નિવેદન કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દ્વારા પાકિસ્તાનમાં રાષ્ટ્રિય હિત માટે વિશ્વાસઘાતનું પ્રતિક છે.
ભાજપના નેતાએ નરેશ અગ્રવાલની ટીકા કરતાં કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાન તરફી છે, જે ભારતનું ખાય છે, દારૂ પીવે છે અને ભારતીય સેનાને ગાળો આપે છે. સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉભા કરે છે અને કુલભૂષણ જાધવને આતંકવાદી ગણાવે છે.
વિવાદ વધતા નરેશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેમને આવું કોઈ નિવેદન આપ્યું જ નથી. મેં તો કહ્યું હતું કે માત્ર કુલભૂષણ જ નહીં, પાકિસ્તાનની જેલમાં કેદ હિન્દુઓનો મુદ્દો પણ ઉઠાવવાવો જોઈએ. પોતાના નિવેદનને લઈને ફરી ગયેલા અગ્રવાલ વિરૂદ્ધ ટીવી માધ્યમોએ વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓ સ્પષ્ટ બોલતા જણાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.