Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૦૨૦૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૦૨૦૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

27
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૮.૦૯.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૭૮૩૮.૬૩ સામે ૬૭૬૬૫.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૭૫૩૨.૮૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૨૭૦.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૧.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૭૫૯૬.૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૦૨૪૯.૬૦ સામે ૨૦૨૦૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૦૧૬૨.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૨.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૯.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૦૧૭૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સમાં સતત વધારો સોમવારે બંધ થઈ ગયો.અમેરિકન ડોલર સામે રૂપિયો નજીવા ઘટાડા સાથે ૮૩.૨૭ ના સ્તર પર બંધ થયો હતો.આ પહેલા શુક્રવારે રૂપિયો ૮૩.૧૮ ના સ્તર પર બંધ થયો હતો.BSE સેન્સેક્સ ૨૪૧.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૭૫૯૬.૮૪ પોઈન્ટ પર બંધ થયો.એ જ રીતે NSE નિફ્ટી ફ્યુચર ૭૯.૬૦ પોઈન્ટ ઘટાડા સાથે ૨૦૧૭૦.૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. ઈન્ડિયન ઓવરસીઝ બેંકના શેરમાં ૧૫% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.જોકે રેમન્ડના શેરમાં પાંચ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.BSE સેન્સેક્સ પર HDFC બેન્ક, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને અલ્ટાટ્રેક સિમેન્ટના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, ટેક મહિન્દ્રા, JSW સ્ટીલ, એક્સિસ બેંક, મારુતિ અને ICICI બેંકના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.જો આપણે વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો PSU બેન્કોમાં ૩.૫%નો ઉછાળો જોવા મળ્યો હતો. તેવી જ રીતે પાવર ઈન્ડેક્સમાં એક ટકા,ઓટો ઈન્ડેક્સમાં ૧% અને એફએમસીજીમાં ૦.૫%નો વધારો જોવા મળ્યો હતો.તે જ સમયે,રિયાલિટી ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.તે જ સમયે, બેન્ક, આઈટી, ફાર્મા અને મેટલ ઈન્ડેક્સમાં ૦.૫%-૦.૫% નો ઘટાડો જોવા મળ્યો હતો.

BSE સેન્સેક્સ પર સેન્સેક્સ પર પાવરગ્રીડ, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, નેસ્લે ઇન્ડિયા, ITC, ABI, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.જયારે બીજી તરફ, સેન્સેક્સ પર સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ICICI બેંક અને HDFC બેંકના ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ,નિફટી બેઝડ ફંડોની સાધારણ તેજી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઉછાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૪ અને વધનારની સંખ્યા ૧૬૯૩ રહી હતી,૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫%નો ઘટાડો જોવા મળ્યો છે.

બજારની ભાવિ દિશા….મિત્રો,તેજીના નવા શિખરો સર કરતાં રહી ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી ૫૦ ઈન્ડેક્સ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા છે.જી-૨૦ સમિટના ઉન્માદમાં લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારો અને રીટેલ રોકાણકારોની તેજીનો નવો ઈતિહાસ રચાયો છે.ચાઈનાના સ્ટીમ્યુલસ પગલાંના પરિણામે વૈશ્વિક બજારોમાં કંઈક અંશે હાથકારો અનુભવાયો છે.વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા હવે આગામી દિવસોમાં આર્થિક વિકાસ પર ફોક્સ કરી  વ્યાજ દર વધારો અટકે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ છે. ક્રુડ ઓઈલની આયાત પર નિર્ભર ભારત માટે એક તરફ રશિયાએ સસ્તું ક્રુડ આપવાનું અટકાવ્યાના અને હવે ક્રુડ ઓઈલની નિકાસ પર ડયુટીમાં વધારો કરતાં અને બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો હોઈ ભારતનો આયાત ખર્ચ બોજ વધશે. ચૂંટણીના દિવસોમાં અત્યારે સરકાર માટે પેટ્રોલ, ડિઝલના ભાવ વધારો કરવાનું મુશ્કેલ બનવાની શકયતાએ આર્થિક ભીંસ વધવાના નેગેટીવ પરિબળે બજારો પર અસર થઈ શકે છે.તેજીના અતિરેક અને અતિની ગતિથી સાવચેત રહેવાની સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઓવરવેલ્યુએશન,ફંડામેન્ટલથી શેરો આગળ નીકળી ગયા હોવાની આગામી દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આંચકા સાથે પ્રોફિટ બુકિંગ થતું જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field