રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૧.૦૯.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૬૫૯૮.૯૧ સામે ૬૬૮૦૭.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૬૭૩૫.૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૬.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૮.૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૭૧૨૭.૦૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૮૭૨.૪૫ સામે ૧૯૯૧૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૮૯૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૩.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૦૦૪૬.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
જી-૨૦ સમિટની સાથોસાથ ભારતીય શેર બજારોમાં ફુલગુલાબી તેજીનો માહોલ જોવાઈ રહ્યો છે.ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ શાનદાર સાબિત થયો.સ્ટોક માર્કેટના બંને ઈન્ડેક્સમાં શરૂઆતના વેપારમાં હરિયાળી છવાઈ હતી અને દિવસના કારોબારનો અંત થાય તે પહેલાં જ મુખ્ય ઈન્ડેક્સ નીફ્ટી ફ્યુચરએ ઈતિહાસ રચી દીધો હતો. ખરેખર બપોરના સમયે નિફ્ટી ઈન્ડેક્સ તેના તમામ જૂના રેકોર્ડ ધરાશાયી કરતાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું હતું.આ બેન્ચમાર્ક ઇન્ડેક્સ દિવસના ટ્રેડિંગની છેલ્લી થોડી મિનિટોમાં ૨૦,૦૦૦ પોઇન્ટની સપાટીને પાર કરી ગયો હતો.એ જ રીતે BSE સેન્સેક્સમાં પણ ૫૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.આજે શરૂઆતે નિફ્ટી ફ્યુચર ૨૦,૦૫૧.૦૦ પોઈન્ટની સર્વકાલીન ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. નિફ્ટી પર અદાણી પોર્ટ્સના શેરમાં ૭%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. તેવી જ રીતે, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં લગભગ ૪%ની વૃદ્ધિ જોવા મળી હતી. તે જ સમયે, કોલ ઈન્ડિયામાં સૌથી વધુ ૧.૧૫%ની ખોટ જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ અને મારુતિના શેર લગભગ બે ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.આ સિવાય એસબીઆઈ, ટાટા મોટર્સ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ અને એનટીપીસીના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, HULના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.BSE સેન્સેક્સ પર બજાજ ફાઇનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર ઘટાળા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોની સાધારણ તેજી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઉછાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૫ અને વધનારની સંખ્યા ૨૧૦૭ રહી હતી,૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૯% નો વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪% નો વધારો નોંધાયો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો,અમેરિકા, યુરોપ સહિતના વિકસીત રાષ્ટ્રો એક તરફ અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે અને ચાઈના સતત નવા આર્થિક સંકટમાં ઘેરાઈ રહ્યું હોવા સાથે અમેરિકા-ચાઈનાના વણસતાં સંબંધોને લઈ વૈશ્વિક મંચ પર ભારતનું મહત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વધ્યું છે. અનેક આર્થિક સુધારા સાથે મેઈક ઈન ઈન્ડિયાના મિશન સાથે ચાઈના સહિતના વિદેશો પરની આયાત નિર્ભરતા ઘટાડવાની નીતિ અને પ્રોત્સાહનોના પરિણામે સ્થાનિક ઉદ્યોજકોની સક્રિયતા વધી હોવા સામે વિદેશી રોકાણને ભારતમાં આકર્ષવામાં પણ મોટાપાયે સફળતા મળતી જોવાઈ રહી છે. વિદેશી રોકાણના ભારતીય શેર બજારોમાં પ્રવાહ સાથે ઘર આંગણે રોકાણકારોના અદ્દમ્ય ઉત્સાહના પરિણામે બન્ને માધ્યમો થકી મૂડી રોકાણનો ધોધ વહેતો જોવાઈ રહ્યો છે. તેજી વ્યાપક બનતી જોવાઈ રહી છે. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીના જોવાઈ રહેલા તોફાનથી વેલ્યુએશનનું મોટું જોખમ અભિપ્રાયને નજરઅંદાજ કરી શકાય એમ નથી, જેથી ઊંચા મથાળે બજારમાં કરેકશન-પ્રત્યાઘાતી ઘટાડો અનિવાર્ય બનતો જોવાઈ રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.