(હર્ષદ કામદાર GNS)
ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીઓ કોંગ્રેસ અને ભાજપ માટે મરણિયા જંગ ઉપરાંત પ્રતિષ્ઠા સમાન અને 2019ની ચૂંટણીઓનું ભાવિ પણ લગભગ નક્કી કરનાર હોવાથી બન્ને પક્ષે જોર લગાવવામાં આવે તે સ્વાભાવિક છે પરંતુ રાજકોટનો ઇન્દ્નીલવાળો બનાવ, ગોંડલમાં ઉમેદવારના સજા પામેલા પતિને પેરોલ અને ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલા ધડાકા-ફડાકાના ઉચ્ચારણો વગેરેને જોતાં રાજકીય નિરીક્ષકોને એવી આશંકા છે કે ગુજરાતની ચૂંટણીઓ લોહિયાળ ના બને તો સારૂ. કેમ કે ગુજરાતની ચૂંટણીઓ દેશ આખામાં વખણાય છે. પરંતુ આ વખતનું ચિત્ર કેટલાકને ચિતા ઉપજાવે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.
રાજકીય નિરીક્ષકો કહે છે કે રાજકોટમાં મુખ્યમંત્રી સામેના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂના ભાઇ પર હુમલાની ઘટના સૂચક છે. આખો મામલો બીચકી જાય તેમ હતો. ઉપરાંત ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હત્યા કેસમાં સજા થતાં ભાજપે તેમના પત્નીને ટિકિટ આપી. પરંતુ જયરાજસિંહ જેલમાંથી પેરોલ લઇને ગોંડલ પહોંચી ગયા છે. ગોંડલની ચૂંટણી કાંઇ સીધીરીતે થતી નથી તે તેનો ભૂતકાળ દર્શાવે છે. માથાભારે તત્વો તેમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવતાં હોવાનો આક્ષેપ છે. ભાજપના રૂપાલા એક જવાબદાર નેતા છે. કેન્દ્રમાં મંત્રી છે. તેમણે એક સભામાં કાર્કરોને એમ કહ્યું કે તમે સૌ સવારના સાડાનવ વાગ્યા સુધીમાં મતદાન કરી આવજો. પછી ક્યાંક ફાઇરીંગ થયું ક્યાંક ધીંગાણું થયું તેની વ્ય્વસ્થા અમે કરી રાખી છે. તેમના આ ઉચ્ચારણોવાળો વિડિયો વાયરલ થયો છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે આ બધા પરથી એક એવું તારણ નિકળે છે કે કદાચ આ વખતની ચૂંટણીઓ લોહિયાળ ના નિવડે તો સારૂ. આશંકા ખોટી પડે તો સારૂ. પણ પ્રાથમિક રીતે જોતાં આ ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક નવાજુની થવાના એંધાણ વર્તાય છે. રૂપાલાના ઉચ્ચારણોને કોંગ્રેસ કંઇક અલગ રીતે લઇને કહે છે કે ભાજપનું કંઇક એવું પ્લાન લાગે છે કે સવારમાં ભાજપ તરફી મતદાન થઇ જાય પછી કોંગ્રેસના તરફેણમાં મતદાન ના થાય એવો માહોલ સર્જીને મતદારોને મતદાનથી દૂર રાખવાની કોઇ સાજીશ હોવાનું લાગે છે. કોંગ્રેસ આ અંગે ચૂંટણી પંચને જાણ કરશે અને તમામ મતદાન મથકોમાં ભાજપના કાર્યકરો કોઇ જરાક પણ ગરબડ કરે તો તરત જ તેને રોકવામાં આવે તેવું દબાણ પોલીસ અને ચૂંટણી પંચ પર લાવીશું.
રાજકીય નિરીક્ષકો એમ પણ કહે છે કે ગુજરાતની તમામ ચૂંટણીઓ શાંતિપૂર્વક રીતે યોજાતી આવી છે. દેશ આખામાં ગુજરાતની ચૂંટણીઓ વખણાય છે. ચૂંટણીઓમાં ગરબડો યુપી કે બિહારમાં થાય એવી એક છાપ છે. પરંતુ આ વખતે જે નિર્દેશો મળી રહ્યાં છે તે એવો ઇશારો કરે છે કે ચૂંટણીઓ લોહિયાળ બને તો નવાઇ નહીં. કેમ કે રાજકોટનો બનાવ ચિંતાજનક છે. ગોંડલમાં તોફાનની શક્યતા નકારી શકાય નહીં. અને રૂપાલાના ઉચ્ચારણો એના કરતાં વધુ ચિંતાજનક છે. તેથી ચૂંટણી પંચે વધારે સજાગતા રાખવી પડશે એમ પણ કોંગ્રેસના સૂત્રોએ રાજકીય નિરિક્ષકોને જણાવ્યું હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.