(GNS),07
વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજારની શરૂઆત માટે ચિંતા નજરે પડતી હતી. આજે શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે . જોકે પ્રારંભિક ઘટાડો ખુબ ઓછો નજરે પડ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિઓ પર નજર કરીએ તો, સેન્સેક્સ ૬૫,૮૫૪.૨૫ -૨૬.૨૭ ( 0.04 ટકા ), જયારે નિફટી ૧૯,૫૯૮.૬૫ -૧૨.૪૦ ( 0.06૩ ટકા ) ના સામાન્ય નુકસાન સાથે ખુલ્યા હતા. જયારે બોનસ શેરની વાત કરીએ તો, જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ(JTL Industry)ના શેર આજે ગુરુવારે રોકાણકારોના રડાર પર હશે કારણ કે સ્ટોક આજે એક્સ-બોનસ ટ્રેડ કરશે. છેલ્લા એક વર્ષના ગાળામાં જેટીએલ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 114%થી વધુનો ઉછાળો આવ્યો છે જેનાથી રોકાણકારોના નાણાં બમણા થયા છે. જેટીએલ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 1:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા હતા અને બોનસ શેર જારી કરવાની નિયત રેકોર્ડ તારીખ 7 સપ્ટેમ્બરે જાહેર કરી હતી. ભારતીય શેરબજારે 2023માં જે મલ્ટિબેગર શેરો આપ્યાં છે તેમાંથી એક છે જેન્સોલ એન્જીનીયરીંગ લીમીટેડ(Gensol Engineering Ltd)નો શેર. YTD સમયમાં આ મલ્ટિબેગર સ્ટોક લગભગ ₹1013 થી વધીને ₹2026 થઈ ગયો છે. વર્ષ 2023માં રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા છે. જોકે, આ જેન્સોલ એન્જીનીયરીંગ લીમીટેડ(Gensol Engineering Ltd)ના શેરધારકો માટે કમાણીનો અંત નથી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા છે. આનો અર્થ એ છે કે, લાયક શેરધારકોને બોનસ શેરની રેકોર્ડ તારીખે તેમની પાસેના દરેક એક સ્ટોક માટે બે બોનસ શેર આપવામાં આવશે.
Stock Market Opening Bell (07 September, 2023)
SENSEX : 65,854.25 −26.27 (0.040%)
NIFTY : 19,598.65 −12.40 (0.063%)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.