Home દેશ - NATIONAL વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ

વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ

10
0

(GNS),07

વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય શેરબજારની શરૂઆત માટે ચિંતા નજરે પડતી હતી. આજે શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે . જોકે પ્રારંભિક ઘટાડો ખુબ ઓછો નજરે પડ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિઓ પર નજર કરીએ તો, સેન્સેક્સ ૬૫,૮૫૪.૨૫ -૨૬.૨૭ ( 0.04 ટકા ), જયારે નિફટી ૧૯,૫૯૮.૬૫ -૧૨.૪૦ ( 0.06૩ ટકા ) ના સામાન્ય નુકસાન સાથે ખુલ્યા હતા. જયારે બોનસ શેરની વાત કરીએ તો, જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ(JTL Industry)ના શેર આજે ગુરુવારે રોકાણકારોના રડાર પર હશે કારણ કે સ્ટોક આજે એક્સ-બોનસ ટ્રેડ કરશે. છેલ્લા એક વર્ષના ગાળામાં જેટીએલ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 114%થી વધુનો ઉછાળો આવ્યો છે જેનાથી રોકાણકારોના નાણાં બમણા થયા છે. જેટીએલ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 1:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા હતા અને બોનસ શેર જારી કરવાની નિયત રેકોર્ડ તારીખ 7 સપ્ટેમ્બરે જાહેર કરી હતી. ભારતીય શેરબજારે 2023માં જે મલ્ટિબેગર શેરો આપ્યાં છે તેમાંથી એક છે જેન્સોલ એન્જીનીયરીંગ લીમીટેડ(Gensol Engineering Ltd)નો શેર. YTD સમયમાં આ મલ્ટિબેગર સ્ટોક લગભગ ₹1013 થી વધીને ₹2026 થઈ ગયો છે. વર્ષ 2023માં રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા છે. જોકે, આ જેન્સોલ એન્જીનીયરીંગ લીમીટેડ(Gensol Engineering Ltd)ના શેરધારકો માટે કમાણીનો અંત નથી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા છે. આનો અર્થ એ છે કે, લાયક શેરધારકોને બોનસ શેરની રેકોર્ડ તારીખે તેમની પાસેના દરેક એક સ્ટોક માટે બે બોનસ શેર આપવામાં આવશે.

Stock Market Opening Bell (07 September, 2023)
SENSEX : 65,854.25 −26.27 (0.040%)
NIFTY : 19,598.65 −12.40 (0.063%)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનમાં કરાચી પોલીસે ખાનગી શાળાના આચાર્યની ધરપકડ કરી, શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરતો..તો..
Next articleમુકેશ અંબાણીએ રિલાયન્સ રિટેલેના 6.86 કરોડ શેર વેચી દીધા, Jio Financial નિફ્ટી ઇન્ડેક્સની બહાર રહેશે