(GNS),06
ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ શ્રીલંકામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાની સામે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે. 8 ઓક્ટોબરે, ભારતીય ટીમ વિશ્વ કપમાં તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ આ આ પ્રકારે જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), સૂર્ય કુમાર યાદવ, જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ. જેવા પ્લેયરોનો સમાવેશ થાય છે.
વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ
8 ઑક્ટોબર vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
11 ઓક્ટોબર vs અફઘાનિસ્તાન, દિલ્હી
14 ઓક્ટોબર vs પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર vs બાંગ્લાદેશ, પુણે
22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
29 ઓક્ટોબર vs ઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર vs શ્રીલંકા, મુંબઈ
5 નવેમ્બર vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા
12 નવેમ્બર vs નેધરલેન્ડ, બેંગલુરુ
વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.