Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

34
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૩૦.૦૮.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ:- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૦૭૫.૮૨ સામે ૬૫૩૧૧.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૦૫૨.૭૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦૫.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૦૮૭.૨૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૩૩૭.૧૦ સામે ૧૯૪૦૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૨૯.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૫.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૨.૯૦  પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૩૪૦.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા.એશિયન માર્કેટમાં આવેલી તેજીની અસર બુધવારે ભારતીય સ્થાનિક શેરબજારમાં જોવા મળી હતી. સકારાત્મક ગતિ ચાલુ રાખતા, બુધવારે શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક શેર સૂચકાંકો વધ્યા હતા. બુધવારે જાપાન અને હોંગકોંગ સહિતના એશિયન બજારોમાં નજીવી ધાર પર કારોબાર થયો હતો. દરમિયાન બુધવારે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી.સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો પરંતુ ફ્લેટ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો. હોટેલ શેરોમાં તેજી જોવા મળી હતી. સન ફાર્માના શેરમાં ૯% અને રિલાયન્સના જીઓ ફાઈનાન્સ ના શેરમાં ૪%નો વધારો થયો છે. તે જ સમયે, જેબી કેમિકલ્સ, પાવર ગ્રીડ અને એસબીઆઈના શેરમાં ઘટાડો થયો હતો.

BSE સેન્સેક્સ પેકના મોટાભાગના શેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.સેન્સેક્સના ૩૦ શેરના સંવેદનશીલ સૂચકાંકના ૧૬ શેર તેજી સાથે બંધ થયા છે.એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, ઈન્ફોસિસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરો વધારા સાથે બંધ થયા હતા. જોકે, ૧૪ શેરોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. પાવરગ્રીડ, સ્ટેટે બેન્ક ઓફ ઇન્ડિયા અને ICICI બેંકના શેરમાં ૧% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્ટરલાઇટ ટેક્નોલોજીના શેર ૮.૭૨% ના વધારા સાથે ટોપ ગેઇનર્સમાં હતા. સન ફાર્માનો શેર ૮.૫૬% ચઢ્યો હતો. એ જ રીતે, ફ્યુચર કન્ઝ્યુમર શેર ૭.૬૯%, એસ્કોર્ટ ૬.૮૧%, ઓમેક્સ ૬.૬૯% વધ્યા. જ્યારે, એબી કોટ્સસ્પિન ટોપ લૂઝર્સમાં ૫% ઘટ્યો હતો. ટાઇમસ્કેન શેર ૪.૬૭% ઘટ્યા. એ જ રીતે જેબી કેમિકલ્સનો શેર ૩.૬૫% ઘટીને બંધ રહ્યો હતો.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૦ અને વધનારની સંખ્યા ૨૩૦૫ રહી હતી,૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૫% અને ૦.૮૩% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,ભારતીય શેર બજારોમાં વૈશ્વિક અનિશ્ચિત ચાલે ટ્રેન્ડમાં અસ્થિરતા સાથે નરમાઈ તરફી ઝોક જોવાયો છે.સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી સામે ફ્રન્ટલાઈન-ઈન્ડેક્સ શેરોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના હેવી સેલીંગના કારણે સેન્ટીમેન્ટ ખરડાતું જોવાયું છે. વૈશ્વિક સ્તરે અને ઘર આંગણે ફરી મોંઘવારી-ફુગાવો વધવાની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગની મીટિંગમાં વ્યકત કરવામાં આવી છે. જ્યારે શુક્રવારે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન દ્વારા જેકશન હોલ ખાતેની સ્પિચમાં મોંઘવારીને કાબૂમાં લેવા હજુ વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય હોવાનો અપાયેલો સંકેત આગામી દિવસોમાં વધુ પડકારોને જોતાં સેન્ટીમેન્ટને ડહોળી શકે છે. વૈશ્વિક મોરચે બીજી તરફ ચાઈનાનું આર્થિક સંકટ વધતું જોવાઈ રહ્યું છે. ચાઈનામાં રિયાલ્ટી ક્ષેત્રે મોટા ભંગાણ સાથે કંપનીઓના નાદારી થવાના અને હોમ સેલ વધતું નહીં હોઈ ચાઈનીઝ સરકારે હોમ ખરીદી માટેના નિયમોને વધુ હળવા કરવાની ફરજ પડી છે. આ સ્ટીમ્યુલસના પગલાં છતાં ચાઈનામાં વિશ્વાસની કટોકટી વધુ તળીયે જવા લાગી હોઈ બજારોમાં હેમરીંગ વધતું જોવાઈ  રહ્યું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field