Home ગુજરાત છેલ્લા ત્રણ મહિનામાં જેલમાંથી વીસથી વધુ મોબાઈલ મળ્યાં છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

છેલ્લા ત્રણ મહિનામાં જેલમાંથી વીસથી વધુ મોબાઈલ મળ્યાં છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

870
0

દીવાલ ઉપરથી ફેંકીને જેલમાં મોબાઈલની ડિલિવરી!
(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૧
સાબરમતી જેલમાં સુરંગકાંડ બાદ કડક સુરક્ષાના ધજાગરા જેલમાં રહેલા કેદીઓ ઉડાવી રહ્યા છે. જેલમાં કેદીઓ આસાનીથી મોબાઈલ ફોન પર વાતચીત કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં જેલમાંથી વીસથી વધુ મોબાઈલ મળી આવ્યા છે છતાં જેલતંત્ર અથવા ગૃહ વિભાગની આંખો તો ઉઘડતી જ નથી, પરંતુ જેલમાં મોબાઈલ ફોન ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેલની મુખ્ય દીવાલના બહારના ભાગેથી જેલમાં મોબાઈલ ફોન ફેંકી ઘુસાડવામાં આવી રહ્યા છે.
સાબરમતી સેન્ટ્રલ જેલની જડતી સ્કવોડે પંદર દિવસ અગાઉ નવી જેલની મેઈન દીવાલ પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આ મોબાઈલ ફોન મોજાંમાં કોઈ અજાણી વ્યક્તિએ મેઈન દીવાલ કુદાવી અંદર ફેંક્યો હતો. જડતી સ્ક્વોડે આ બિનવારસી મોબાઈલ ફોન કબજે કર્યો હતો અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ જેલની દીવાલ કુદાવી ફોન ઘુસાડવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે એક જ મહિનાની વાત કરીએ તો આઠ મોબાઈલ ફોન જડતી સ્ક્વોડે જેલમાંથી ઝડપી પાડ્યા છે. સૌથી વધુ ફોન નવી જેલમાંથી મળતાં ગઈ કાલે સવારે જેલ જડતી સ્ક્વોડે નવી જેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમ્યાન નવી જેલ વિભાગ-ર સર્કલ યાર્ડ પાછળ મુખ્ય દીવાલ પાસેથી ચાર જેટલા બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બે સેમસંગ કંપનીના, એક ઇન્ટેક્સ કંપનીનો કેમેરાવાળો એન્ડ્રોઇડ ફોન અને એક અન્ય ફોન મળી આવ્યો હતો. મુખ્ય દીવાલ પાસેથી આ ફોન મળી આવતાં રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેલમાં યેનકેનપ્રકારેણ મોબાઈલ ફોન ઘુસાડવામાં આવે છે અને કેદીઓ આ ફોનનો ઉપયોગ પણ કરે છે. કેદીઓ પણ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તેમાં પાસવર્ડ રાખે છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ આ ફોનનો ઉપયોગ ન કરી શકે. જેલ સ્ક્વોડે છેલ્લા બે મહિનામાં મળી આવેલા ચારથી પાંચ મોબાઈલ ફોન પાસવર્ડ નાખેલા મળી આવ્યા હતા. ફોનમાં પાસવર્ડના કારણે આરોપીની ઓળખ થઇ શકતી નથી અને જડતી સ્ક્વોડે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવી પડે છે. જો જડતી સ્ક્વોડના હાથે ફોન ઝડપાય તો પોતાના નામજોગ ફરિયાદથી બચવા માટે પણ કેદીઓએ આ તરકીબ અજમાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાઉદીમાં ફસાયેલી ભારતીય યુવતીનો મદદ માટે પોકાર
Next articleનરોડા રોડ પર કાપડના દલાલ પાસેથી રોકડ રૂપિયા ભરેલી બેગની લૂંટ