Home દુનિયા સાઉદીમાં ફસાયેલી ભારતીય યુવતીનો મદદ માટે પોકાર

સાઉદીમાં ફસાયેલી ભારતીય યુવતીનો મદદ માટે પોકાર

1135
0

પંજાબની યુવતીએ દર્દનાક વિડિયો સોશ્યલ મિડિયા પર મૂક્યો
(જી.એન.એસ)રિયાધ,તા.૧૧
સાઉદી અરેબિયાના દવાદમી નામના શહેરમાં ફસાયેલી પંજાબની એક યુવતીનો દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. પોતાનો વીડિયો રેકોર્ડ કરતી વખતે વચ્ચે ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી અને ગભરાયેલી આ અજાણી યુવતીએ સંગરુરના સાંસદ ભગવંત માનને સંબોધિત કરતાં આજીજી કરી છે કે તે એક ગરીબ પરિવારની યુવતી છે અને એક વર્ષ પહેલાં સાઉદી અરેબિયાના દવાદમી નામના શહેરમાં આવી હતી.
યુવતી વીડિયો પર કરગરતાં કહે છે કે, ‘ભગવંત માન સાહબ મેરી હેલ્પ કરો, મેરી મદદ કરો, મેં યહાં પર બહોત દુખી હું. મેં એક સાલ સે જુલમ સહ રહી હું.’ વીડિયોમાં જણાવ્યા મુજબ તેને કેટલાય દિવસો સુધી ખાવાનું પણ આપવાનં આવતું નહોતું અને એક રૂમમાં બંધ કરીને બહારથી તાળું મારી દેવામાં આવતું હતું. તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી અને જાત જાતની યાતનાઓ આપવામાં આવતી હતી. ર૦થી રર વર્ષની દેખાતી આ યુવતીના જણાવ્યા મુજબ તેને બાળકો પણ છે. તેની માતા ખૂબ બીમાર છે અને તેનું ઓપરેશન કરવાનું હોવાથી તે તેની પાસે પરત આવવા માગે છે. તે રડતાં રડતાં પંજાબના યુવકો અને યુવતીઓનેે અપીલ પણ કરી રહી છે કે તેઓ ભૂલથી પણ સાઉદી અરેબિયા ન આવે કારણ કે અહીં તેમનું માત્ર શોષણ જ થતું નથી, પરંતુ યાતનાઓ આપવામાં આવે છે.
વીડિયોમાં વાત કરી રહેલી આ યુવતીના જણાવ્યા મુજબ તે કોઇ પણ રીતે સ્થાનિક પોલીસ સ્ટેશન ગઇ હતી, પરંતુ પોલીસે પણ મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. ઊલટાનું તેને ડરાવી ધમકાવીને તેમજ મારપીટ કરીને પાછી તેના ઘરે છોડી ગયા હતા. તે વારંવાર ભગવંત માનને કરગરી રહી છે કે તેને અહીંથી છોડાવવામાં આવે, કારણ કે ભગવંત માને હોશિયારપુરની એક યુવતીને બચાવી હતી. વીડિયોના અંતમાં તે રડતાં અને કરગરતાં કહે છે કે જો તેને ત્યાંથી છોડાવવામાં નહીં આવે તો આ લોકો તેને મારી નાખશે.

Previous articleભાજપ – કોંગ્રેસના મોલ ઉપરાંત બાપુની હાંટડી માં પણ ભવ્ય સેલ શરૂ
Next articleછેલ્લા ત્રણ મહિનામાં જેલમાંથી વીસથી વધુ મોબાઈલ મળ્યાં છતાં તંત્ર ઘોર નિંદ્રામાં