મોલ અને દુકાનોમાં દિવાળી ના સેલ શરુ થતાં હોય છે . આમ તો સેલ શ્રાવણમાસ થી શરૂ થઇ જતાં હોય છે . પરંતુ પ્રગતિનગર ગાર્ડન માં સવારની સમીક્ષા બેઠકમાં રાજકીય પક્ષોના સેલની વ્યાપક ચર્ચા સાંભળવા મળી .
દીનુકાકા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ચોટીલા ના સમાચારો વાંચીને કહ્યું “ લ્યો હવે ભાજપના મોલમાં જંગી સેલ શરૂ થઇ ગયું છે . નવા નવા પ્રોજેક્ટના પેકેજો અને તેના ખાતમુહુર્તો દ્વારા પ્રજાને લોભાવવા વચનોના સેલની સીઝન શરૂ થઇ ગઈ.” પંડ્યા સાહેબે કહ્યું “ સાચી વાત છે . મોદી સાહેબ જશે એટલે રાહુલ સાહેબ આવશે . તેઓ ભાજપના મોલમાં પ્રજાને છેતરવામાં આવતા હોવાની વાતો કરી કોંગ્રેસના મોલની સસ્તી અને ટકાઉ યોજનાઓનું વેચાણ શરૂ કરશે .”
સંઘના ભટ્ટજી એ કહ્યું “ એમ જોવા જાવ તો ભાજપ – કોંગ્રેસના મોલમાં જ નહિ , શંકરસિંહ વાઘેલા બાપુની જનવિકલ્પ ની નાની હાંટડીમાં પણ ભવ્ય સેલના બોર્ડ લાગી ચુક્યા છે . બાપુએ પણ વચનોની ભરમાર શરુ કરી દીધી છે .”
વેપારી જગુભાઈ એ વેપારની ભાષામાં કહ્યું “ બાપુની હાંટડી નાની છે , પણ પ્રચાર બાબા રામદેવના પતંજલિ જેવો વ્યાપક છે . ગામે ગામ મોટા મોટા હોર્ડિંગ બાપુના ફોટા સાથે લાગ્યા છે . એવું લાગે છે કે બાપુ એ રોકાણ તો નહિ કર્યું હોય , પણ આઈ.પી.ઓ લાવીને પ્રજાની મુડીથી હાંટડી શરૂ કરી હોવી જોઈએ .”
દીનુકાકા એ કહ્યું “ ભાઈ , પ્રજા આવી હાંટડીઓમાં રોકાણ ના કરે. આ તો ભાજપના મોલનું જ એક બાળક છે .”
ભટ્ટજી એ કહ્યું “ સાચી વાત , ભાજપના કોઈ નેતા તેમના ભાષણમાં બાપુનો ઉલ્લેખ જ નથી કરતા . એટલે બધી ગોઠવણ હોય એવું તો લાગે જ છે . ચુંટણી માં પાંચ વર્ષે એક વાર સેલ આવે . ચુંટણી પછી તો કેટલાય ની દુકાનોના શટર પડી જતાં હોય છે . બાપુની હાંટડી પણ ચુંટણી પુરતી જ ખુલ્લી રહેવાની છે .”
પ્રજા ભાજપના બે ભાગલા છાપાના લીરાની માફક કરી નાખશે
ગાર્ડનમાં દિનુભાઈ પાસેથી છાપાનું પાનું ખેચતા ભટ્ટજી થી છાપું ફાટી ગયું . એ ફાટ્યું પણ એવી રીતે કે મોટા હેડીંગ માં ભાજપ હતું તેમાં ભા અને જપ અલગ થઇ ગયા . આથી દિનુભાઈ એ કહ્યું “ અલ્યા ભટ્ટજી સંઘ વાળા થઈને ભાજપના બે ભાગ કરી નાખ્યા , ભા જપ કરી નાખ્યું તમે તો .”
ભટ્ટજી કશું બોલે તે પહેલાં વ્યાસ કાકા એ કહ્યું “ ભટ્ટજી જાણે જ છે . આજ રીતે પ્રજા હવે ભાજપના લીરા ઉડાવી દેશે . ભટ્ટજી એ તે આપણને ડેમો કરીને બતાવ્યું .”
કોંગ્રેસને જીતવા કરતા પોતાના વફાદારોને ટિકિટ આપી સાચવવામાં વધુ રસ છે
કોંગ્રેસના એક નેતા સાથે રાજીવ ગાંધી ભવનના પગથીયા પાસે વાતચીત ચાલતી હતી . દોઢ ડાહ્યા એ પૂછ્યું “ તમારા પ્રદેશ પ્રમુખે જે જાહેરાત કરી છે કે બે ચુંટણી હારેલા ને ટિકિટ નહિ આપવાના નિયમમાં છૂટછાટ મુકાશે . પ્રદેશ પ્રમુખે આવી જાહેરાત કરવી જરૂરી હતું ? તીકીતોની વહેચણી સમયે છેલી ઘડીએ આ નિયમમાં જરૂરી છૂટછાટ બોલ્યા ચાલ્યા વિના આપી ન શકાય ? આવી જાહેરાત કરી એટલે વારંવાર હારતા નેતાઓ ફરી લાઈનમાં આવી જશે .”
કોંગ્રેસી મિત્ર એ કહ્યું “ અમારા નેતાઓને સત્તા મેળવવાથી વિશેષ પોતાના સમર્થકોને ગમે તેમ કરીને ટિકિટ આપી બે પાંદડે કરી આપવામાં વધુ રસ છે . આવી જાહેરાત કર્યા પછી વધુ નેતાઓ ગોઠવણો કરવા લાગે . અને તેમાં નેતાને પણ ફાયદો જ હોય છે .”
અમારા વિસ્તારમાં તોફાનો તો થયા જ કરવાના – ચુંટણી છે ને !
ભાજપ કાર્યાલય પાસે ચાની ચુસ્કી લઇ રહેલા કાર્યકરો પૈકી એક કાર્યકર દરિયાપુર વિસ્તારના હતા . અન્ય કાર્યકરે પૂછ્યું “ શું તમે લોકો શાંતિથી ઊંઘતા નથી ને પોલીસ ને દોડાવ્યા કરો છો . કંઈ ને કઈ તમારા વિસ્તારમાં ચાલુ જ હોય છે.”
દરિયાપુર ના કાર્યકરે શાંતિથી કહ્યું “ જુઓ ભાઈ અમારા વિસ્તરમાં નાના મોટા તોફાનો તો થયાં જ કરવાના , ચુંટણી આવે છે ને ! અમારા વિસ્તારમાં બીજા કશા જ મુદ્દા ચાલે નહિ . થોડા પત્થર ફેંકાય , પોલીસ આવીને બે ચારને ફટકારે , બે ચારને પકડીને લઇ જાય . આ બે ચાર ના કારણે બસો ચારસો મતનો ફેર પડી જાય .”
પ્રશ્ન પૂછનારા કાર્યકરે જ કહ્યું “ એમ ! તો તો ચાલુ જ રાખો , જાગો અને જગાડો .”
અન્ય એક કાર્યકરે કહ્યું “ ભાઈ , હવે મતદારો જાગી ગયા છે . તેમને ખબર છે કે આ ચુંટણી આવી એટલે જ અડપલા શરૂ થયાં છે . જાગો અને જગાડો નાં બદલે મતદારો કહેશે ભાગો અને ભગાડો .”
વિકાસ કોને કહેવાય તે જાય શાહે સાબિત કરીને આપ્યું તો પણ વિરોધ થયો
ભાજપના એક ઉત્તર ગુજરાત ના મિત્ર સાથે ફોન પર ગપસપ ચાલતી હતી . દોઢ ડાહ્યા એ પૂછ્યું હવે આ વિકાસ ડાહ્યો ક્યારે થવાનો કોઈ સારા ડોક્ટરની સારવાર શરૂ કરાવી કે નહિ ? તો મિત્ર એ જવાબ આપ્યો . આમ તો ગાંડપણ એ માનસિક રોગ હોય છે . અમારા અમિતભાઈ શાહ આ રાજકીય – માનસિક દર્દના ડોક્ટર કહેવાય છે . તેમણે વિકાસની પ્રતિતી દેશની પ્રજાને થાય તે માટે તેમના પુત્ર જયને ધંધામાં આગળ કર્યો . જય શાહે ધંધામાં વિકાસ એવો કર્યો કે દેશની પ્રજા છક થઇ ગઈ . આટલો વિકાસ કેમ થયો ની બુમાબુમ શરૂ થઇ ગઈ . ગાંડપણ ની સારવારમાં ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે . અમારા અમિત ભાઈ એ જય શાહ દ્વારા વિકાસના શોક વિરોધીઓને આપ્યાં છે . હવે જોઈએ તેઓ આ વિકાસને કેવી રીતે જુએ છે . જેમને વિરોધ જ કરવો છે તેઓ જય શાહના વિકાસને ગમે તે રીતે મુલવશે . પણ અમારા જેટલા નેતાઓ વિકાસની તરફેણ કરે છે , તે તમામના આંકડા તપાસો , જય શાહ ની માફક જ તમામે વિકાસ કર્યો છે . માટે તો તેઓ વિકાસની તરફેણ કરે છે .”
મિત્ર ની વાતમાં તથ્ય તો લાગે જ છે .
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.